બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બહિષ્કાર કરશે ભારત, ચીને 100થી વધારે દેશોનો દાવો કર્યો
ચીનમાં ભારતીય રાજદુત વિક્રમ મિસરીએ કહ્યું હતુ, ઇમાનદારીથી કહું તો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ મુદ્દે અમે અમારી ચિંતાઓ સ્પષ્ટ રીતે મુકી છે
Trending Photos
બીજિંગ: ચીને પોતાનાં બેલ્ટ એન્ડ રોડ ફોરમના કાર્યકાળમાં 100 દેશોની હાજરીનો દાવો કર્યો છે. ચીને આવતા મહિનાથી ચાલુ થઇ રહેલ ફોરમ મુદ્દે કહ્યું કે, તેમાં 40 દેશોનાં સરકારનાં પ્રતિનિધિઓ સહિત 100થી વધારે દેશમાં હિસ્સો લઇ શકે છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનનો સમાવેશ થાય છે. જો કે બીજી તરફ ભારતે એકવાર ફરીથી બેલ્ટ એન્ડ રોડ ફોરમના બાયકોટના સંકેત આપ્યા છે. ભારતે 2017માં આયોજી પહેલા ફોરમમાં પણ તેનાથી છેડો ફાડી નાખ્યો હતો.
ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બની રહેલ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરથી થઇને ગુજરાત છે, જેના પર ભારતનો વિરોધ છે. હાલમાં જ ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સને અપાયેલા ઇન્ટરવ્યુમાં ચીનમાં ભારતીય રાજદુત વિક્રમ મિસરીએ કહ્યું હતું, ઇમાનદારીથી કહું તો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના મુદ્દે અમે પોતાની ચિંતાઓ સ્પષ્ટ રીતે મુકી છે.
અમારો વિચાર હજી પણ પહેલા જેવો જ છે અને સ્થિર છે. આ વિચારથી અમે સંબંધિત પક્ષોને અવગત કરાવી ચુક્યો છું. આ તરફ ચીનનાં એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ફોરમમાં 40 સરકારોનાં પ્રતિનિધિઓ હિસ્સો લઇ રહ્યા છે.
ચીને 2017માં પહેલા ફોરમનું આયોજન કર્યું હતું. ખરબો ડોલરનાં આ પ્રોજેક્ટ હેઠળ ચીન સમગ્ર વિશ્વના તમામ દેશો સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનાં માધ્યમથી પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. આ પરિવારજનોને ચીની રોકાણ દ્વારા પુર્ણ કરવામાં આવશે. સ્ટેટ કાઉન્સિલર યાંગ જોઇચીએ કહ્યું કે, મેજબાન દેશ તરીકે અમે સહયોગી દેશોની સાથે તેના મુદ્દે વાત કરીશું કે અત્યાર સુધી કેટલું કામ થઇ ચુક્યું છે અને બાકી કામની બ્લુપ્રિંટ શું છે.
ભારત, અમેરિકા સહિત અનેક દેશોએ વ્યક્ત કરી છે ચિંતા
ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ મુદ્દે ભારત અને અમેરિકા સહિત અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ પ્રોજક્ટ દ્વારા નાના દેશ મોટા દેવાના બોઝ હેઠળ દબાઇ શકે છે. દેવાના બદલામાં ચીનની તરફથી શ્રીલંકાના હંબનટોટા બંદરને 99 વર્ષની લીઝ પર લેવામાં આવ્યા બાદ આશંકા વધારે ઉંડી થઇ ચુકી છે. એટલું જ નહી દેવાના સંકટને જોતા પાકિસ્તાન અને મલેશિયા જેવા દેશોએ પણ ચીની પ્રોજેક્ટને ઘટાડવાની ઇચ્છા વ્યક્ત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે