રિટાયર્ડ બ્રિગેડિયરે ખોલી ચીનના દુષ્ટ ઇરાદાની પોલ, કહી આ મોટી વાત
ભારત (India) અને ચીન (China) વચ્ચે લદ્દાખમાં ડેડલોક ચાલુ છે. ચીને ફરી એકવાર ભારતની પીઠ પર હુમલો કર્યો છે. વાતચીતના નામ પર ચીને ભારત સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. રિટાર્યડ બ્રિગેડિયર પી.એસ ગુરંગના જણાવ્યા અનુસાર ચીને મોટો વિશ્વાસઘાત કર્યો છે. ચીનના સૈનિકો પહેલાથી જ હુમલો કરવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય સેનાએ નિશસ્ત્ર હોવા છતાં પણ હિંમત દાખવી છે તે પોતાનામાં પ્રશંસનીય છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત (India) અને ચીન (China) વચ્ચે લદ્દાખમાં ડેડલોક ચાલુ છે. ચીને ફરી એકવાર ભારતની પીઠ પર હુમલો કર્યો છે. વાતચીતના નામ પર ચીને ભારત સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. રિટાર્યડ બ્રિગેડિયર પી.એસ ગુરંગના જણાવ્યા અનુસાર ચીને મોટો વિશ્વાસઘાત કર્યો છે. ચીનના સૈનિકો પહેલાથી જ હુમલો કરવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય સેનાએ નિશસ્ત્ર હોવા છતાં પણ હિંમત દાખવી છે તે પોતાનામાં પ્રશંસનીય છે.
ઉત્તરાખંડની બોર્ડર પણ ચીનથી એડીને છે અને એવામં હવે અહીં પણ ઘણી સાવધાની રાખવાની જરૂરિયાત છે. વિશ્વાસઘાત કરવો તે ચીન આદત છે અને વિશ્વાસઘાતમાં તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ચમોલી, ઉત્તરકાશી અને પિથોરગઢ આ ત્રણેય જિલ્લા છે જેમની સીમા ચીનને અડીને છે.
ચમોલી જિલ્લાના બડાહોતીમાં હમેશાં ચીનના સૈનિકોની ઘૂસણખોરીની ફરિયાદ મળતી રહે છે. રિટાયર્ડ બ્રિગેડિયર પી.એસ ગુરંગના જણાવ્યા અનુસાર અહીં સૈન્ય અને ઇન્ટેલિજેન્સ તેમના સ્તર પર જે પણ યોગ્ય પગલા સુરક્ષાની દ્રષ્ટિએ છે તે લઈ રહ્યાં હશે, પરંતુ હવે આ ક્ષેત્રોમાં લોકોએ વધારે સાવધાની વર્તવાની જરૂરિયાત છે. ચીને જે વિશ્વાસઘાત કર્યો છે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
જો કે, તેમનું કહેવું છે કે, ભારતીય સેના તમામ રીતે કોઈપણ હુમલા માટે સંપૂર્ણ રીતથી તૈયાર છે અને સેનાનું મનોબળ ઘણું ઉચું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે