Exclusive: હવે લિપુલેખ પર ચિનનું દુઃસાહસ, તૈનાત કર્યાં 1 હજારથી વધુ સૈનિક


પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીને હવે લિપુલેખ પર દુઃસાહસ દેખાડ્યું છે. ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાત કરી છે. 
 

Exclusive: હવે લિપુલેખ પર ચિનનું દુઃસાહસ, તૈનાત કર્યાં 1 હજારથી વધુ સૈનિક

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીને હવે લિપુલેખ પર દુઃસાહસ દેખાડ્યું છે. ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાત કરી છે. લિપુલેખ તે જગ્યા છે, જે ભારત, નેપાળ અને ચીનની સરહદોને મળે છે. ચીને પીએલએની એક બટાલિયનને ઉત્તરાખંડમાં લિપુલેખની સાવ નજીક તૈનાત કરી છે. આ લદ્દાખ સેક્ટરની બહાર એલએસી પર હાલના તે ઠેકાણામાંથી એક છે જ્યાં પાછલા કેટલાક સપ્તાહમાં ચીનના સૈનિકો જોવા મળ્યા છે. 

લિપુલેખમાં ચીની સૈનિકોની તૈનાતી તે દેખાડે છે કે ચીનનો તે દાવો ખોટો છે કે તેણે લદ્દાખથી પોતાની સેના હટાવી લીધી છે. પરંતુ રિપોર્ટસ પ્રમાણે તેના જવાબમાં ભારતે પણ એક હજાર જવાન પોતાની સરહદ પર તૈનાત કર્યાં છે. રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે લિપુલેખામાં ચીનની સેનાએ એક બટાલિયનને તૈનાત કરી છે, જેમાં આશરે એક હજાર સૈનિક છે. આ સરહદથી થોડે દૂર છે. તો ભારતે પણ ચીની સૈનિકોની બરાબર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news