આ દેશમાં કોવિડ 19ની ત્રીજી રસીનું ક્લિનિકલ ટ્રાયલ પહેલા તબક્કાના આવ્યા પરિણામ
Trending Photos
બીજિંગ : ચીને કોરોના વાયરસ (Corona Virus) ના પોતાના ત્રીજા રસીનાં ક્લિનિકલ ટ્રાયલને મંજુરી આપી છે. આ રસીનાં ટ્રાયલનું બીજો તબક્કો હશે. પહેલા તબક્કામાં 96 લોકોને આ રસી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીને કોરના વાયરસની ત્રણ રસીઓને ક્લિનિકલ પરીક્ષણને મંજુરી આપી છે જેમાંથી એક ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ વિકસિત કરવામાં આવી છે.
સરકારી શિન્હુઆ સમાચાર એજન્સીના સમાચાર અનુસાર વુહાન ઇન્સિટ્યુટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સે ચાઇના નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ (સિનો ફાર્મ) હેઠળ વિકસિત પોતાની રસીનું અને વુહાન ઇંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (WIV) એ પોતાનાં વૈક્સિનનું ક્લિનિકલ પરીક્ષણ ચાલુ કરી દીધું છે.
WIV ગત્ત દિવસો તે સમયે વિવાદમાં રહ્યું હતું જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટોપનાં અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, આ ઇસંટ્યીટ્યુટથી કોરોના વાયરસ પનપ્યો હોઇ શખે છે. અમેરિકાએ આ મુદ્દે તપાસની માંગ કરી હતી. બીજી તરફ ડબલ્યુઆઇવીએ આરોપનું ખંડન કરતા કહ્યું હતું કે, આ સમગ્ર આરોપો મનઘડંત છે.
ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્માએ પોતાનાં ક્લિનિકલ ટ્રાયલનાં પહેલા તબક્કામાં 23 એપ્રીલ સુધી ત્રણ અલગ અલગ આયુવર્ગોનાં કુલ 96 લોકોની રસી લગાવવામાં આવી છે. અત્યાર સુધી રસીનું પરિણામ સુરક્ષીત રહ્યું છે અને જે લોકો પર તેનું પરિક્ષણ કરવામાં આવ્યું છે, તેને ચીનમાં કોવિડ 19નાં 13 નવા કિસ્સા સામે આવ્યાની સાથે જ સંક્રમણના કુલ કિસ્સાની સંખ્યા 82,816 થઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે