કેરળને મળી રહી છે મન ખોલીને મદદ: મુખ્યમંત્રી રાહત કોષમાં 539 કરોડ જમા
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, કાલે રાત સુધીમાં 539 કરોડ રૂપિયાની રકમ જમા થઇ ચુકી છે, કેન્દ્ર સરકારે પણ કેરળના પુરપીડિતો માટે 600 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે
Trending Photos
તિરુવનંતપુરમ : ભયાનક પુર અને ભૂસ્ખલન બાદ કેરળમાં જીવન સામાન્ય પાટા પર પરત આવવા લાગ્યું છે. જો કે રાજ્યમાં હજી પણ રાહત શિબિરોમાં 10.40 લાખ લોકો રહી રહ્યા છે. પુરના કારણે બેઘર થયેલા લોકોના પુનર્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશનાં લોકો રાજ્યની મદદ કરવા માટે આ વિસ્તારને રોકડ રકમ અને જરૂરી સામાનની મદદ આપી રહ્યા છે. તે ઉપરાંત લોકો સીધા મુખ્યમંત્રી રાહત કોષ(સીએમડીઆરએફ)માં પણ રોકડ રકમ જમા કરી રહ્યા છે.
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, કાલ રાત સુધીમાં કુલ 539 કરોડ રૂપિયાની રકમ જમા થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે કેરળની પુરથી રાહત માટે 600 કરોડની રકમ જમા કરાવી છે. એટલું જ નહી રકમ આશરે આશરે મુખ્યમંત્રી રાહત કોશમાં પણ જમા થઇ ચુકી છે. હજી વધારે રકમ પણ જમા થઇ શકે છે. રાહત શિબિરોમાં રહી રહેલા લોકો પોતાનાં ઘરોમાં પરત ફરવા લાગ્યા છે, જો કે રાજ્યનાં 2770 શિબિરોમાં હજી પણ 10.40 લાખ લોકો રહી રહ્યા છે. પુરનું પાણી ઘટ્યા બાદ અત્યાર સુધી ગત્ત થોડા દિવસોમાં આશરે પાંચ લાખ લોકો પોતાનાં ઘરી જઇ ચુક્યા છે.
મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રાજ્યની અલગ અલગ શિબિરોની મુલાકાત કરી અને જણાવ્યું કે, રાજ્ય સરકાર હવે પ્રભાવિત લોકોના પુનર્વાસ અને પ્રદેશમાં ફરી એકવાર નિર્માણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
રાજ્યમાં સફાઇ પ્રક્રિયા અંગે તેમણે કહ્યું કે, સફાઇ અભિયાન પહેલાથી જ શરૂ છે. અત્યાર સુધી 37 હજારથી વધારે કુવા અને 60 હજારથી વધારે ઘર સાફ કરવામાં આવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પુર પ્રભાવિત લોકોની મદદ કરીને અમે ઓણમની ઉજવણી કરીશું. તેમણે લોકોને મદદનું આશ્વાસન આપતા કહ્યું કે, એવી યોજનાઓ બનાવાઇ રહી છે જે લોકોને પુરથી ક્ષતી પહોંચેલા ઘરોનાં પુન:નિર્માણ માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે.
કેરળ પુર રાહત માટે અદાણી ફાઉન્ડેશન 50 કરોડ રૂપીયા ફાળવશે
અદાણી ગ્રુપ દ્વારા સામાજીય જવાબદારી નિભાવવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા કેરળનાં પુર પીડિતોને રાહત અને પુનર્વાસ માટે 50 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની કેરળના મુખ્યમંત્રી આપદા રાહતત કોષમાં તત્કાલ 25 કરોડ રૂપિયા રાહત ઉપલબ્ધ કરાવશે અને ત્યાર બાદ પુનર્વાસ અને પુનનિર્માણ કાર્ય માટે પણ તેટલી જ રકમ આપશે. કંપનીએ એક નિવેદનમાં જણઆવ્યું કે, અધાણી ગ્રુપના કર્મચારીઓ આ પ્રયાસ હેઠળ પોતાનું એક એક દિવસનો પગાર પણ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે