UP: EC એ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી, ચૂંટણીની તારીખ પર કહી આ વાત
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા (Chief Election Commissioner Sushil Chandra) એ આજે લખનૌમાં યુપીના વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમના સૂચનો લીધા.
Trending Photos
લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા (Chief Election Commissioner Sushil Chandra) એ આજે લખનૌમાં યુપીના વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમના સૂચનો લીધા. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો. આ સાથે જ ચૂંટણી પંચે યુપીના તમામ ડીએમ અને એસપી સાથે પણ વાતચીત કરી. પંચે આવકવેરા વિભાગ, જીએસટી, ઈડી અને બેંકો સાથે પણ વાત કરી.
બેઠકમાં આ પાર્ટીઓએ લીધો ભાગ
રાજકીય પક્ષો સાથે બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં જણાવ્યું કે અમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન ટીએમસી, બીએસપી, કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને આરએલડીએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી.
નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ- ચંદ્રા
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ 14મી મે 2022 ના રોજ ખતમ થઈ રહ્યો છે અને કુલ 403 બેઠકો માટે ચૂંટણી થવાની છે. ભારત ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
Representatives of all political parties met us and told us that elections should be conducted on time following all COVID19 protocols: Chief Election Commissioner Sushil Chandra on 2022 UP Assembly elections pic.twitter.com/0xmDP9rwH1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2021
રાજકીય પક્ષોએ આ મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે યુપી ચૂંટણી પ્રલોભન મુક્ત થાય એ અમારી કોશિશ છે. બેઠક દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ પ્રશાસનના પક્ષપાતપૂર્ણ વ્યવહારની ફરિયાદ કરી, હેટ સ્પીચ અને પેઈડ ન્યૂઝ પર ચિંતા વ્યક્ત કરી. અમારો પ્રયત્ન સ્વતંત્ર, નિષ્પક્ષ અને કોવિડ સેફ ચૂંટણી કરાવવાનો છે.
યુપીમાં કુલ 15 કરોડ મતદારો
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં લગભગ 15 કરોડથી વધુ મતદારો છે અને કુલ મતદારોની સંખ્યા વધી પણ શકે છે. અત્યાર સુધીમાં 52.8 લાખ નવા મતદારોને સામેલ કરાયા છે. જેમાંથી 19.89 લાખ મતદારો 18-19 વર્ષની આયુના છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ તરફથી 5 જાન્યુઆરી 2022ના રોજ મતદાર સૂચિની છેલ્લી યાદી બહાર પડશે. મતદાર સૂચિ બહાર પડ્યા બાદ પણ કોઈનું નામ છૂટી ગયું હોય તો તેઓ પોતાનો ક્લેમ ફાઈલ કરીને પોતાનું નામ જોડાવી શકે છે. ટ
Voting during Assembly elections will be held from 8am to 6pm on the date of polling: Chief Election Commissioner Sushil Chandra on upcoming Uttar Pradesh Assembly elections pic.twitter.com/fh6zXnRNrl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2021
પોલિંગ બૂથ વધારવામાં આવશે
સુશીલ ચંદ્રાએ કહ્યું કે પહેલા 1500 લોકો પર એક બૂથ રહેતું હતું. હવે એક બૂથ પર 1250 વોટર કરવામાં આવ્યા છે અને પોલિંગ બૂથની સંખ્યા વધારીને 11 હજાર કરાઈ છે. આ વખતે યુપીમાં એક લાખ 74 હજાર 352 મતદાન સ્થળ છે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને નિર્દેશ અપાયા છે કે પોલિંગ બૂથ પર પોતે જાય અને વ્યવસ્થા જુએ. યુપીમાં 800 પોલિંગ બૂથ એવા હશે, જેમાં તમામ કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓ મહિલાઓ હશે.
વોટર કાર્ડ નહીં હોય તો ઓળખ પત્ર કામ આવશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે જો કોઈ મતદાર પાસે ઓળખ પત્ર નહીં હોય તો 11 અન્ય ઓળખ પત્ર દ્વારા પણ મત આપી શકો છો. મતદાન માટે આધાર કાર્ડ, મનરેગા કાર્ડ અને પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટનો ઉપયોગ થઈ શકે છે.
61% voter turnout was recorded in 2017 UP assembly elections. In 2019 Lok Sabha elections, voter turnout in UP was 59%. It a matter of worry why voting percentage is less in the state where there is high political awareness among people: CEC Sushil Chandra pic.twitter.com/jhpCfvHMUT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2021
કોવિડ પ્રોટોકોલ પર શું બોલ્યા?
કોવિડ પ્રોટોકોલ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે અમે હેલ્થ સેક્રેટરી અને મુખ્ય સચિવ સાથે વાત કરી. અમને જે જણાવવામાં આવ્યું છે કે 49 ટકા લોકોને રસીનો બીજો ડોઝ મળી ચૂકયો છ. અમે નિર્દેશ આપ્યા છે કે રસીકરણને વધારવામાં આવે જેથી કરીને જેમ બને તેમ જલદી પહેલો ડોઝ 100 ટકા થઈ જાય. સમગ્ર યુપીમાં ઓમિક્રોનના ફક્ત 4 કેસ આવ્યા છે. જેમાંથી 3 સાજા થઈ ચૂક્યા છે. કોવિડને જોતા યુપી આવતા પહેલા મે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. મે કહ્યું હતું કે રસીકરણ વધારવું પડશે. ચૂંટણી ડ્યૂટીમાં એ જ લોકોને લગાવવામાં આવશે, જેમને રસીના બંને ડોઝ મળ્યા હશે. ચૂંટણી ડ્યૂટીમાં લાગનારા કર્મચારીઓ ફ્રન્ટલાઈન વર્કર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે