Chhattisgarh News: મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
બિલાસપુર જિલ્લાના સિરગિટ્ટીમાં એક પરિવારના સાત યુવકોના મોતથી સનસની ફેલાઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવકોએ મહુઆની સાથે હોમિયોપેથિક કફ સિરપ પીધી હતી.
Trending Photos
બિલાસપુરઃ છત્તીસગઢમાં બિલાસપુરના સિરગિટ્ટીમાં મહુઆ હોમિયોપેથિક કફ સિરપ મેળવીને પીવાથી એક પરિવારના સાત યુવકોના મોત થયા છે. અન્ય પાંચ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે.
બિલાસપુરના સીએમઓએ જણાવ્યુ કે, હોમિયોપેથિક દવા પીવા આ મોતનું કારણ હોઈ શકે છે કારણ કે તે આલ્કોહોલિક છે. મોતના અન્ય કારણોની જાણકારી મેળવવા માટે ટીમ તપાસ કરી રહી છે.
छत्तीसगढ़: बिलासपुर में एक ही परिवार के 7 लोगों की मौत हो गई है और 5 की हालत गंभीर है।
CMO ने बताया, ''होमियोपैथिक दवा पीना इन मौतों का कारण हो सकता है क्योंकि वो एल्कोहलिक है। अन्य कारणों को पता करने के लिए भी टीम लगी है। 7 लोगों की मौत हो चुकी है और 5 अस्पताल में भर्ती हैं।'' pic.twitter.com/qQhsceKcYi
— ANI_HindiNews (@AHindinews) May 6, 2021
જાણકારી અનુસાર મંગળવારે સાંજે યુવકોએ નશા માટે હોમિયોપેથિક કફ સીરપમાં મહુઆ શરાબ મિક્સ કરીને પીધો હતો. ત્યારબાદ બધા પોત-પોતાના ઘરે જતા રહ્યા. રાતમાં તેની તબીયત ખરાબ થઈ હતી. બધાને ઉલ્ટીઓ થવા લાગી. બુધવારે સવાર સુધી ચાર યુવકોના મોત થઈ ગયા હતા.
તે જાણકારી મળી છે કે ગામના યુવક છેલ્લા કેટલાક દિવસથી હોમિયોપેથિક સિરપને કોરોનાની દવા સમજીને પી રહ્યા હતા. ગ્રામીણોમાં તે આશંકા હતી કે દારૂની સાથે આ દવા મિક્સ કરીને પીવાથી કોરોનાથી બચાવ થાય છે. આ ગેરસમજણને કારણે છેલ્લા કેટલાક દિવસથી તેનું સેવન યુવકો કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે