છત્તીસગઢ ઇલેક્શન 2018: મતદાન પહેલા દંતેવાડામાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ

સોમવારે સવારે 5.30 વાગ્યે નક્સલિઓએ દંતેવાડાના કાતેકલ્યાણના બ્લોતના તુમકપાલ કૈંપની પાસે આઇઇડીથી બ્લાસ્ટ કર્યો છે. 

છત્તીસગઢ ઇલેક્શન 2018: મતદાન પહેલા દંતેવાડામાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ

નવી દિલ્હી: છત્તીસગઢમાં સોમવારે પહેલા ચરણનું મતદાન શરૂ થઇ ગયું છે. વોટિંગ પહેલા નક્સલિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સોમવારે સવારે 5.30 વાગ્યે નક્સલિઓના દંતેવાડાના કાતેકલ્યાણના બ્લોકના બ્લોકના તુમકપાલ કૈંપની પાસે આઇઇટીમાં બ્લાસ્ટ કર્યો છે. પરંતુ બ્લાસ્ટમાં કોઇ પણ જાનહાનિના અહેવાલ નથી મળી રહ્યા. મહત્વનું છે, કે 18 વિધાનસભાની સીટો પર સોમવારે પહેલા ચરણનું મતદાન શરૂ થઇ ગયું છે. 

ઘટનાની જાણકારી આપતા એન્ટી નક્શન ઓપરેશના ના એઆઇજી દેવનાથે  કહ્યું કે નક્સલિયોએ સોમવારે સવારે 5.30 વાગ્યે સુરક્ષા બળની નિશાન બનાવાના હેતુંથી તુમકપલ-નાયાનર રોડ પર આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલિંગ પાર્ટી અને સુરક્ષાકર્મીઓને કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી. 

18 બેઠકો માટે 190 ઉમેદવારો માટે વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાથી 10 વિધાનસભાની બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જેમાં મોહલા માનપુર, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુરા, વીજાપુર, અને કોટાનો સમાવેશ થાય છે. 8 વિધાનસભામાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જેમાં ખૈરાગઢ રાજનાંદગાંવ, ડોદરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર, અને ચિત્રકોટનો સમાવેશ થાય છે. 

942 મતદાનકર્મીઓ હેલીકોપ્ટરથી આવશે, આ ચૂટણી માટે 18 હજાર જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. 273 બૂથ પર સુરક્ષા અંગે ખ્યાલ રાખવામાં આવ્યો છે. સેમવારે નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં મતદાતા મુખ્યમંત્રી રમનસિંહ સહિત 190 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે. 

આજે થઇ રહેલા મતદાન વિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 15,57,435 તથા મહિલા મતદારોની સંખ્યા 16,22,492 છે. જ્યારે અન્ય એટલે કે ત્રીજા લીંગના 87 મતદારનો સમાવેશ થાય છે. મુખ્ય અધિકારીએ જણાવ્યું કે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ કરવા માટે 19079 કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news