Chandrayaan 3: 23 ઓગસ્ટે રચાવા જઈ રહ્યો છે ઈતિહાસ, ભારત સહિત 2 દેશોના ચંદ્રયાન એક સાથે કરશે ચંદ્રમા પર લેન્ડ

Russia Moon Mission Latest News: આ વર્ષ દુનિયા માટે 23 ઓગસ્ટની તારીખ  ખુબ ખાસ થવા જઈ રહી છે. આ દિવસે પહેલીવાર 2 દેશોના અંતરિક્ષ યાન એક સાથે ચંદ્રમા કે દક્ષિણ છેડે લેન્ડ કરશે.

Chandrayaan 3: 23 ઓગસ્ટે રચાવા જઈ રહ્યો છે ઈતિહાસ, ભારત સહિત 2 દેશોના ચંદ્રયાન એક સાથે કરશે ચંદ્રમા પર લેન્ડ

Russia Moon Mission Latest News: આ વર્ષ દુનિયા માટે 23 ઓગસ્ટની તારીખ  ખુબ ખાસ થવા જઈ રહી છે. આ દિવસે પહેલીવાર 2 દેશોના અંતરિક્ષ યાન એક સાથે ચંદ્રમા કે દક્ષિણ છેડે લેન્ડ કરશે.  ચંદ્રમાના છેડા પર હજુ સુધી કોઈ પણ દેશના અંતરિક્ષ યાન પહોંચ્યું નથી. બે દેશને આ ઉપલબ્ધિ મળી શકે તેમ છે ભારત અને રશિયા. ભારતે ગત આ અગાઉ પણ અંતરિક્ષ યાન મોકલ્યું હતું પરંતુ ત્યારે તેને સફળતા મળી શકી નહતી. 

રશિયાએ આજે ચંદ્રમા તરફ રવાના કર્યું અંતરિક્ષ યાન
રિપોર્ટ મુજબ રશિયા લગભગ 50 વર્ષ બાદ શુક્રવાર એટલે કે આજે ચંદ્રમા માટે પોતાનું પહેલું અંતરિક્ષ યાન રવાના કર્યું છે. તેણે વર્ષ 1976 બાદ અત્યાર સુધી ચંદ્રમા પર કોઈ મિશન મોકલ્યું નથી. તે આજે ચંદ્રમા પર પોતાનું લૂના-25 યાન મોકલશે. આ યાનનું લોન્ચિંગ યુરોપીયન અંતરિક્ષ એજન્સીની મદદ વગર કરવામાં આવશે. તેણે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ રશિયા સાથેનો પોતાનો સહયોગ સમાપ્ત કરી દીધો છે. 

23 ઓગસ્ટ 2023ના રોજ એક નવો ઈતિહાસ બનશે
રિપોર્ટ્સ મુજબ રશિયન અંતરિક્ષ યાન આગામી 23 ઓગસ્ટના રોજ ચંદ્રમા પર પહોંચવાની સંભાવના છે. આ એ જ તારીખ છે જ્યારે ભારત તરફથી 14 જુલાઈના રોજ લોન્ચ કરાયેલા ચંદ્રયાન-3ના ચંદ્રમાની સપાટી પર કદમ રાખવાની આશા છે. બંને દેશોએ પોત પોતાના યાનને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ભાગ પર હજુ સુધી કોઈ પણ દેશ પોતાના અંતરિક્ષ યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ થયું નથી. ચંદ્રમા પર પહોંચનારા ત્રણ દેશ અમેરિકા, તત્કાલિન સોવિયેત સંઘ અને ચીન પણ ચંદ્રમાના ઉત્તર ધ્રુવ પર જ સુરક્ષિત લેન્ડિંગ કરી શક્યું છે. 

અત્રે જણાવવાનું કે ભારતે આ અગાઉ ચંદ્રયાન-2ને ચંદ્રમા સુધી પહોંચાડ્યું હતું. જો કે તે વખતે તે સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું નહતું અને લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. હવે ભારતે જૂના અંતરિક્ષ યાનની કમીઓને દૂર કરતા નવું અંતરિક્ષ યાન મોકલ્યું છે. જેના 23 ઓગસ્ટના ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાની શક્યતા છે. જો આ મિશન સફળ થયું તો ભારત પણ તે સફળ દેશની કતારમાં સામેલ થઈ જશે જે ચંદ્રમા પર પોતાનું અંતરિક્ષ યાન મોકલવામાં સફળ થયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news