Chandrayaan 3: કોઈ પણ ગડબડી થઈ તો પણ ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરશે આપણું ચંદ્રયાન-3, ઈસરોની ખાસ છે તૈયારીઓ

Chandrayaan 3 Landing: લૂના 25ના ચંદ્ર પર લેન્ડિંગ વખતે ક્રેશ થવાની સાથે જ રશિયાનું ચંદ્ર મિશન ફેલ થઈ ચૂક્યું છે. પરંતુ ભારતનું ચંદ્રયાન 3 હર પળ ચંદ્રની વધુ નજીક પહોંચી રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો એ વાતને લઈને પૂરેપૂરા આશ્વસ્ત છે કે ચંદ્ર પર સેફ લેન્ડિંગ તો પાક્કુ જ છે. પહેલા ઈસરોના પ્રમુખ એસ સોમનાથ પણ દાવો કરી ચૂક્યા છે કે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરીને જ રહેશે.

Chandrayaan 3: કોઈ પણ ગડબડી થઈ તો પણ ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરશે આપણું ચંદ્રયાન-3, ઈસરોની ખાસ છે તૈયારીઓ

લૂના 25ના ચંદ્ર પર લેન્ડિંગ વખતે ક્રેશ થવાની સાથે જ રશિયાનું ચંદ્ર મિશન ફેલ થઈ ચૂક્યું છે. પરંતુ ભારતનું ચંદ્રયાન 3 હર પળ ચંદ્રની વધુ નજીક પહોંચી રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો એ વાતને લઈને પૂરેપૂરા આશ્વસ્ત છે કે ચંદ્ર પર સેફ લેન્ડિંગ તો પાક્કુ જ છે. પહેલા ઈસરોના પ્રમુખ એસ સોમનાથ પણ દાવો કરી ચૂક્યા છે કે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરીને જ રહેશે. જો કે તેમણે લેન્ડિંગ સમયે છેલ્લી 15 મિનિટને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવી. હવે વધુ એક એરોસ્પેસ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ચંદ્રયાન 3 કોઈ પણ સંજોગોમાં ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન 2ની અસફળતા બાદ અને સુધાર કરવામાં આવ્યા છે. 

ભારતીય સંસ્થાન વિજ્ઞાન વિભાગ બેંગ્લુરુમાં એરોસ્પેસ વૈજ્ઞાનિક પ્રોફેસર રાધાકાંત પાધીએ જણાવ્યું છે કે 'ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરમાં એક ઈનબિલ્ટ 'બચાવ મોડ' છે.જે તેને ઉતરવામાં મદદ કરશે પછી ભલે બધુ ખોટું થઈ જાય.  તેમાં કોઈ શંકા નથી કે વિક્રમ ચંદ્ર પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરશે.' તેમણે જણાવ્યું કે  ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ અનેક સુધારા કરવામાં આવ્યા છે. 

ચંદ્રયાન 2 સમયે ખુબ ઉત્સાહિત હતા વૈજ્ઞાનિકો
રાધાકાંત પાધી ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 બંનેના લોન્ચિંગમાં સામેલ રહ્યા છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લુરુનો એરોસ્પેસ વિભાગ પણ ચંદ્રમા મિશનમાં યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના વૈજ્ઞાનિક ચંદ્રયાન 2ને લઈને 'ખુબ આત્મવિશ્વાસ'માં હતા. અને ચંદ્રયાન 3ની ડિઝાઈન દર્શન એ છે કે બધુ ખોટું થઈ જાય તો પણ તેણે ચંદ્ર પર સુરક્ષિત ઉતરણ કરવું જોઈએ. 

આટલા વિશ્વાસ પાછળ આ છે કારણ
રાધાકાંત પાધીએ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે લેન્ડર સફળ થશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન 3ને છ 'સિગ્મા સીમાઓ' માટે ડિઝાઈન કરાયું છે. આથી તે વધુ મજબૂત છે. પ્રોફેસર પાધીએ કહ્યું કે  ચંદ્રયાન 3નું તણાવ પરીક્ષણ કરાયું છે. ઈસરોએ તમામ જ્ઞાત અને અજ્ઞાત કારણોને ધ્યાનમાં રાખ્યા છે. 

વિક્રમ લેન્ડરની ખાસિયત
તેમણે જણાવ્યું કે પૃથ્વી પર ચંદ્રની સ્થિતિઓને નકલ કરવી અશક્ય છે પરંતુ આમ છતાં વિક્રમ લેન્ડર સર્વોત્તમ લેન્ડિંગ સાઈટની શોધ માટે જોખમની જાણકારી મેળવી શકે છે. તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડરમાં બે ઓનબોર્ડ કોમ્પ્યુટર છે. જ્યારે ચંદ્રયાન 2માં એક જ હતું. તેમણે કહ્યું કે 99.9 ટકા વિશ્વાસ છે કે વિક્રમ લેન્ડર આશા મુજબ પ્રદર્શન કરશે. 

ચંદ્રની નવી તસવીરો
ચંદ્રયાન 3ના લેન્ડર દ્વારા લેવાયેલી ચંદ્રમાની કેટલીક નવી તસવીરોમાં પ્રમુખ ખાડાની ઓળખ કરાઈ છે. તસવીરો એક કેમેરા દ્વારા લેવાઈ હતી જેનું કામ વિક્રમ લેન્ડરને બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક ટચડાઉન પહેલા એક સુરક્ષિત લેન્ડિંગ ક્ષેત્ર શોધવામાં મદદ કરવાનું હતું. 

23 ઓગસ્ટે મુશ્કેલી આવી તો 27મીએ કરશે લેન્ડિંગ
ચંદ્રયાન 3ના લેન્ડિંગમાં કોઈ મુશ્કેલી આવી તો ઈસરો તેના સમયમાં ફેરફાર કરી શકે છે. ઈસરોના વૈજ્ઞાનિક નીલેશ એમ દેસાઈએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે પહેલેથી નક્કી તારીખ 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગમાં પરેશાની આવે તો 27 ઓગસ્ટ પર લેન્ડિંગ ટાળી શકાય છે. 

અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોના નિર્દેશક દેસાઈએ સોફ્ટ લેન્ડિંગ વિશે આગળનો પ્લાન જણાવ્યો. તેમણે કહ્યું કે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના ચાંદ પર લેન્ડિંગના બે કલાક પહેલા લેન્ડર મોડ્યૂલની હેલ્થ અને ચંદ્રની સ્થિતિના આધારે અમે તે નક્કી કરીશું કે લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો સ્થિતિ આપણા પક્ષમાં નહીં હોય તો અમે 27 ઓગસ્ટના રોજ મોડ્યૂલને ચંદ્ર પર ઉતારીશું. કોઈ પરેશાની ન આવે તો અમે 23 ઓગસ્ટના રોજ મોડ્યૂલને લેન્ડ કરાવી શકીશું. 

ઈસરોના ચીફ એસ સોમનાથે સોમવારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તે સમયે તેમણે ચંદ્રયાન 3ની તાજા સ્થિતિ અને ઈસરોની તૈયારીઓ વિશે જણાવ્યું હતું. ઈસરોના ચીફે સિંહને ચંદ્રયાન 3ની હેલ્થ અંગે પણ જાણકારી આપી અને કહ્યું કે બધી સિસ્ટમ બરાબર કામ કરી ર હી છે અને બુધવારે કોઈ પરેશાની આવે તેવી શક્યતા ઓછી છે. 

ક્યારે થશે લેન્ડિંગ
ઈસરોએ આ અગાઉ રવિવારે જાણકારી આપી હતી કે 23 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 6 વાગે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રયાનની લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ ઈસરોની અધિકૃત વેબસાઈટ https://www.isro.gov.in/, YouTube (https://www.youtube.com/watch?v=DLA_64yz8Ss) , ISRO's Facebook page (https://www.facebook.com/ISRO) , અને DD National TV channel પર સાંજે 5.20 વાગ્યાથી જોઈ શકાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news