Anil Deshmukh Resignation: ઉદ્ધવ સરકાર પૂરો નહીં કરી શકે કાર્યકાળ, દેશમુખના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન

Anil Deshmukh Resignation: આરપીઆઈ નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવું જોઈએ. 

Anil Deshmukh Resignation: ઉદ્ધવ સરકાર પૂરો નહીં કરી શકે કાર્યકાળ, દેશમુખના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (Central Minister Ramdas Athavale) એ મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ પર નિવેદન આપતા કહ્યુ કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, મેં આ બાબતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી માંગ કરી છે કે રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવુ જોઈએ. 

રામદાસ અઠાવલેએ કહ્યુ કે, હવે લાગતું નથી કે મહાવિકાસ અઘાડી સરકાર (Mahavikas Aghadi Government) રાજ્યમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે. દેશમાં કોરોનાના 60-65 ટકા કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યાં છે. તેવામાં રાજ્ય સરકારની સ્થિતિ ખુબ ડામાડોળ છે. 

— ANI_HindiNews (@AHindinews) April 5, 2021

અઠાવલેએ કહ્યુ કે, ગૃહમંત્રી અનિલ દેશમુખે પહેલા રાજીનામુ આપવાની જરૂર હતી. પરંતુ તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એનસીપી દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા. હવે શરદ પવારે અનિલ દેશમુખને રાજીનામુ આપવાની મંજૂરી આપી છે, તે સારી વાત છે. 

પહેલા રાજીનામુ આપવાની જરૂર હતી
તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના રાજીનામા પર નિવેદન આપતા કહ્યુ કે, દેશમુખે રાજીનામુ પહેલા આપી દેવાની જરૂર હતી, જે સમયે તેમના પર આરોપ લાગ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયના હસ્તક્ષેપ બાદ ગૃહમંત્રીએ રાજીનામુ આપ્યુ છે. મુખ્યમંત્રી ઠાકરે ખામોશ કેમ છે? આ સવાલ પણ ફડણવીસે કર્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) April 5, 2021

અનિલ દેશમુખે આપ્યુ રાજીનામુ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો  હતો. ત્યારબાદથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. આજે જ બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news