કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઇંડસ્ટ્રીઝને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ

કોરોના વાયરસ (Coronavirus) થી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજન (Oxygen) ની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલય (Home Ministry) એ મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઇંડસ્ટ્રીઝને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) થી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજન (Oxygen) ની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલય (Home Ministry) એ મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં સુચારુ રીતે ઓક્સિજન સપ્લાય થાય એટલા માટે ગૃહ મંત્રાલયએ આજે આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ સરકાર તરફથી છૂટ મળેલી ઇંડસ્ટ્રીને જ ઓક્સિજન સપ્લાય થશે. 

આદેશ અનુસાર ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર ઓક્સિજન સપ્લાય આજથી કરી શકાશે નહી. ફક્ત 9 શ્રેણીઓને બાદ કરતાં ઓક્સિજન સપ્લાય કરનાર, ઓક્સિજનના નિર્માણ કરનાર પ્લાન્ટ અને ઓક્સિજનની અવરજવર કરનાર વાહનો પર કોઇ પ્રતિબંધ નહી હોય. 

આ પહેલાં બુધવારે દિલ્હી હાઇકોર્ટે કેંદ્ર સરકારને ઇંડસ્ટ્રીની ઓક્સિજન સપ્લાય પર તાત્કાલિક રોકવા પર નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન પર પ્રથમ હક દર્દીઓનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news