CBSE Exam 2021માં થઈ શકે છે મોટા ફેરફાર, Coronaને કારણે લેવામાં આવશે નિર્ણય
કોરોના વાયરસ (Coronavirus)ને કારણે તમામ પરીક્ષાઓમાં પહેલાની સરખામણીએ ઘણા ફેરફારો થયા છે. આ દરમિયાન, સીબીએસઇ (CBSE) બોર્ડ 10 અને 12ની પરીક્ષા (CBSE Board 10th, 12th Exam 2021) માટે પણ જલ્દી જ એસઓપી (SOP) જારી કરી શકાય છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ને કારણે તમામ પરીક્ષાઓમાં પહેલાની સરખામણીએ ઘણા ફેરફારો થયા છે. આ દરમિયાન, સીબીએસઇ (CBSE) બોર્ડ 10 અને 12ની પરીક્ષા (CBSE Board 10th, 12th Exam 2021) માટે પણ જલ્દી જ એસઓપી (SOP) જારી કરી શકાય છે.
આગામી વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષાઓ (Board Exam 2021)માં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે પરીક્ષા કેન્દ્રો (Exam Centres)માં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આ વખતે બોર્ડની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી શકે છે, પરંતુ સીબીએસઇ (CBSE)એ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા લેખીત રીતે પરીક્ષા કેન્દ્રો (Exam Centres)માં લેવામાં આવશે.
વધારો કરી શકાય છે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં
એવું અનુમાન કરવામાં આવે છે કે આ વખતે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને કારણે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારો થઈ શકે છે. કોરોના સંક્રમણથી બચવા માટેની સૌથી અગત્યની બાબત એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ને અનુસરવું. બોર્ડના પેપરમાં, વિદ્યાર્થીઓ ફિઝિકલ ડિસ્ટન્સિંગને અનુસરીને દૂર દૂર બેસી શકે છે, જેથી રૂમમાં પરીક્ષાર્થીઓની સંખ્યા અગાઉની તુલનામાં ઘટાડી શકાય.
એર રૂમમાં બેસશે 12 પરીક્ષાર્થી
Asianetnews.com પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ સીબીએસઇ (CBSE)ના લખનઉ કો-ઓર્ડીનેટર જાવેદ આલમ ખાને કહ્યું કે કોરોના સંક્રમણને કારણે સાવચેતી રાખવા માટે બોર્ડની પરીક્ષાઓ (Board Exams)માં ઘણી સૂચનાઓ આપવામાં આવી છે. એક ફેરફાર જે આમાં જોવા મળી શકે છે તે છે કે પરીક્ષા કેન્દ્રો (Exam Centres)માં ફક્ત 12 ઉમેદવારોને એક રૂમમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે રૂમ મોટો હોય, ત્યારે ઉમેદવારો 12-12ના ગુણોત્તરમાં બેસશે.
આ પણ વાંચો:- Sanitizer Side Effects: Sanitizerનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ કરવાથી થઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓ
ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે ડેટશીટ
સીબીએસઇ (CBSE)એ હજુ સુધી બોર્ડ પરીક્ષાની ડેટશીટ (Board Exam 2021 Datesheet) રજૂ કરી નથી. લેખિત પરીક્ષા પહેલા બોર્ડ પ્રેક્ટિકલ્સ (Board Practicals) લેવામાં આવશે. સીબીએસઈ બોર્ડના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠી કહે છે કે 1 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે. સીબીએસઇ ટૂંક સમયમાં બોર્ડ પરીક્ષા માટે બોર્ડ પરીક્ષાની તારીખ (Board Exam Datesheet) અને એસઓપી (SOP) રજૂ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે