CBSE એ જાહેર કરી બોર્ડ એક્ઝામની ડેટશીટ, જાણો ક્યારથી શરૂ થશે 10th અને 12th ની પરીક્ષા

CBSE એ ધોરણ 10th અને 12th ની બોર્ડની પરીક્ષાની ટર્મ-1 ની ડેટશીટ જાહેર કરી છે. ડેટશીટ મુજબ ધોરણ 10th ની CBSE ની પ્રથમ ટર્મ બોર્ડ પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે. સાથે જ 12th મીની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે

CBSE એ જાહેર કરી બોર્ડ એક્ઝામની ડેટશીટ, જાણો ક્યારથી શરૂ થશે 10th અને 12th ની પરીક્ષા

નવી દિલ્હી: CBSE એ ધોરણ 10th અને 12th ની બોર્ડની પરીક્ષાની ટર્મ-1 ની ડેટશીટ જાહેર કરી છે. ડેટશીટ મુજબ ધોરણ 10th ની CBSE ની પ્રથમ ટર્મ બોર્ડ પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે. સાથે જ 12th મીની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે.

10th પરીક્ષાની ડેટશીટ
30 Nov: સોશિયલ સાયન્સ (11: 30_1pm)
2 Dec: સાયન્સ (11: 30_1pm)
3 Dec: હોમ સાયન્સ (11: 30_1pm)
4 Dec: મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ, મેથેમેટિક્સ બેઝિક (11: 30_1pm)
8 Dec: કોમ્પ્યુટર એપ્લિકેશન (11: 30_1pm)
9 Dec: હિન્દી કોર્સ A, કોર્સ B (11: 30_1pm)
11 Dec: ઇંગ્લિશ લેન્ગ્વેજ, લિટ્રેચર (11: 30_1pm)

એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, ડેટશીટ મુખ્ય વિષયો માટે છે જ્યારે માઈનોર વિષયોનો કાર્યક્રમ અલગથી સ્કૂલોમાં મોકલવામાં આવશે. ધોરણ 10 અને 12 માટે માઈનોર સબ્જેક્ટની પરીક્ષા ક્રમશ: 16 નવેમ્બર અને 17 નવેમ્બરથી શરૂ થશે.

પરીક્ષાની પેટર્નમાં ફેરફાર
શૈક્ષણિક સત્રને વિભાજીત કરવું, બે-ટર્મની પરીક્ષાઓ યોજવી અને અભ્યાસક્રમને તર્કસંગત બનાવવું 2021-22 માટે 10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટે વિશેષ મૂલ્યાંકન યોજનાનો હિસ્સો હતો, જેને જૂલાઈમાં કોવિડ-19 મહામારીને પગલે જાહેર કરવામાં આવ્યો હતો.

આ વખતે CBSE એ પરીક્ષાની પેટર્ન બદલી છે. 10 અને 12 ની પરીક્ષામાં સબ્જેક્ટિવ પ્રશ્ન નહીં હોય અને 90 મિનિટની ઓબ્જેક્ટિવ પરીક્ષા હશે. ઉપરાંત, આ વખતે પરીક્ષા ઓફલાઇન હશે. 10 અને 12 ની પ્રથમ ટર્મ-1 બોર્ડ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે, જેના માટે 90 મિનિટ આપવામાં આવશે.

આ રીતે ડાઉનલોડ કરો ડેટશીટ
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર જાઓ.
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તારીખોની લિંક પર ક્લિક કરો.
- ડેટશીટ ખોલ્યા પછી, એક નકલ ડાઉનલોડ કરો અને તેને તમારી સાથે રાખો.

જાણો કેવી હશે 10 અને 12 ની પરીક્ષા
- બોર્ડ દ્વારા ટર્મ-1 ની પરીક્ષા 90 મિનિટ માટે લેવામાં આવશે.
- પરીક્ષા સવારે 11.30 થી શરૂ થશે.
- પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે.
- પરીક્ષા OMR શીટ પર હશે.
- ત્યારે જો વિદ્યાર્થીઓ ખોટા સર્કલ માર્ક કરે છે, તો સુધારણા માટેનો વિકલ્પ પણ આપવામાં આવશે. દરેક પ્રશ્નના ચાર સર્કલની સામે ખાલી જગ્યા આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news