હાથરસ કાંડ: ચારેય આરોપીઓને લઇને ગુજરાત પહોંચી CBI, 'સત્ય' જાણવા માટે કરાવશે આ ટેસ્ટ

હાથરસ ગેંગરેપ અને હત્યા (Hathras Case)ના ચારેય આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping) અને પોલીગ્રાફ ટેસ્ટ  (Polygraph Test) કરાવશે. આ ટેસ્ટ ગુજરાતના ગાંધી નગર સ્થિત CFSL લેબમાં કરાવવામાં આવશે.

હાથરસ કાંડ: ચારેય આરોપીઓને લઇને ગુજરાત પહોંચી CBI, 'સત્ય' જાણવા માટે કરાવશે આ ટેસ્ટ

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) હાથરસ ગેંગરેપ અને હત્યા (Hathras Case)ના ચારેય આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping) અને પોલીગ્રાફ ટેસ્ટ  (Polygraph Test) કરાવશે. આ ટેસ્ટ ગુજરાતના ગાંધી નગર સ્થિત CFSL લેબમાં કરાવવામાં આવશે, એટલા માટે CBI કાલે જ કોર્ટના આદેશ બાદ ચારેય આરોપીઓને લઇને ગુજરાત રવાના થઇ ગઇ હતી. 

શું હતો હાથરસ કાંડનો મામલો?
14 સપ્ટેમ્બરના રોજ હાથરસના થાના ચંદપાના ગામમાં રહેનાર દલિત પરિવારની એક છોકરી સાથે ગામના જ ચાર છોકરાઓએ ગેંગરેપ કર્યા બાદ હત્યાનો પ્રયત્ન કર્યો હતો. આરોપ લહતો કે છોકરીનો બળાત્કાર કર્યા બાદ આરોપી તેના ગળામાં દુપટ્ટો નાખીને ઢસેડીને ખેતરમાં લઇ ગયા હતા, જેથી તેની કરોડરજ્જુ સુધી તૂટી ગઇ હતી. પીડિત છોકરી ગંભીર હાલતમાં પરિવારને ખેતરમાંથી મળી હતી. ત્યારબાદ પહેલાં અલીગઢની હોસ્પિટલમાં અને પછી ગંભીર હાલતમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં છોકરીને એડમિટ કરાવવામાં આવી. પરંતુ 29 સપ્ટેમ્બરના રોજ પીડિતનું મોત થયું હતું. જિલ્લા પોલીસે પરિવારની ફરિયાદ પર કાર્યવાહી કરતાં ચારેય આરોપીઓ સંદીપ, લવકુશ, રવિ અને રામૂની ધરપકડ કરી લીધી હતી. 

આરોપીઓએ પોતાને નિર્દોષ ગણાવતાં લખી હતી ચિઠ્ઠી
આ દરમિયાન અલીગઢની જેલમાં બંધ મુખ્ય આરોપીએ જેલ અધિક્ષકને પત્ર લખી પોતાને અને બાકીના ત્રણ આરોપીઓને નિર્દોષ હોવાની વાત લખી હતી. આરોપીઓએ પત્ર લખ્યો હતો કે તેમની છોકરી સાથે મિત્રતા હતી. જેનો છોકરીના ઘરવાળા વિરોધ કરતા હતા અને જેથી તેની સાથે મારપીટ કરતા હતા. છોકરીના પરિવાર પર પોતે અને બાકી ત્રણ સભ્યોને ફસાવવાનો આરોપ પણ લગાવ્ય્તો હતો. 

આટલા માટે કરાવવામાં આવી રહ્યો છે ટેસ્ટ
હવે સીબીઆઇ કોર્ટની મંજૂરી બાદ ચારેય આરોપી સંદીપ, લવકુશ, રવિ અને રામૂને બ્રેન મેપિંગ અને પોલિગ્રાફ ટેસ્ટ માટે ગુજરાતના ગાંધીનગર લઇને ગઇ છે. જોકે આ ટેસ્ટની કોર્ટમાં કોઇપણ પ્રકારની માન્યતા નથી. પરંતુ આ ટેસ્ટ દ્વારા સીબીઆઇ સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને બની શકે છે કે આ ટેસ્ટ દ્વારા દ્વારા સીબીઆઇને એવી જાણકારી હાથ લાગે જેના દ્વારા આરોપીને સજા અપાવી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news