બાબરી વિધ્વંસ કેસઃ 30 સપ્ટેમ્બરે કોર્ટ આપશે ચુકાદો, અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકો છે આરોપી
અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વિવાદિત કેસનો ચુકાદો 30 સપ્ટેમ્બરે આવશે, સીબીઆઈની વિશેષ કોર્ટે આ મામલામાં સુનાવણી 1 સપ્ટેમ્બરે પૂરી કરી લીધી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 આરોપી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટનો ચુકાદો 30 સપ્ટેમ્બરે આવશે. સીબીઆઈ કોર્ટે આદેશ જારી કરી બધા આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે.
અયોધ્યામાં વિવાદિત માળખાના વિધ્વંસ મામલામાં વિશેષ સીબીઆઈ કોર્ટે બધા પક્ષની દલીલો, જુબાની, કેટેકિઝમ સાંભળ્યા બાદ 11 સપ્ટેમ્બરે મામલાની સુનાવણી પૂરી કરી લીધી હતી. બે સપ્ટેમ્બરથી ચુકાદો લખાવાનો શરૂ થઈ ગયો હતો.
આ પહેલા વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ અહલૂવાલિયાએ આરોપીઓ તરફથી મૌખિક દલીલો રજૂ કરી, ત્યારબાદ સીબીઆઈના વકીલો લલિત સિંહ, આરકે યાદવ અને પી. ચક્રવર્તીએ પણ મૌખિલ દલીલો આપી હતી.
દેશના આ 12 રાજ્યોમાં સક્રિય છે IS આતંકીઓ, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આપી જાણકારી
અડવાણી- જોશી સહિત કુલ 32 લોકો આરોપી
બંન્ને પક્ષોની દલીલો રજૂ થયા બાદ વિશેષ ન્યાયાધીશ એસ. કે. યાદવે કહ્યુ હતું કે, તેઓ 2 સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનો પ્રારંભ કરશે. દાયકાઓ જૂના મામલામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યામ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીય સાક્ષી મહારાજ, સાધ્વી રિતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય સહિત 32 આરોપી છે.
351 સાક્ષીઓ રજૂ કરાયા
ફરિયાદી પક્ષ સીબીઆઈ આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજ રજૂ કરી ચુક્યો છે. ન્યાયાધીશે આ મામલામાં સર્વોચ્ચ કોર્ટ દ્વારા નક્કી કરેલા સમય આ મહિનાના અંત સુધી ચુકાદો આપવાનો છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં વિવાદિત માળખાને કાર સેવકો દ્વારા 6 ડિસેમ્બર 1992મા પાડી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે