દાતી મહારાજની મુશ્કેલીઓ વધી, સીબીઆઇએ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો

સીબીઆઇ દાતી ઉપરાંત ત્રણ અન્ય લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, અગાઉ તપાસ કરી રહેલી પોલીસ પાસેથી હાઇકોર્ટે કેસ સીબીઆઇને સોંપ્યો હતો

દાતી મહારાજની મુશ્કેલીઓ વધી, સીબીઆઇએ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી : યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા દાતીને મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઇએ શનિધામના સંસ્થાપક દાતીની વિરુદ્ધ રેપ અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાની ફરિયાદ દાખલ કરી છે. સીબીઆઇ દાતી ઉપરાંત ત્રણ અન્ય લોકોની વિરુદ્ધ આ મુદ્દે કેસ દાખલ કર્યો છે. અગાઉ દાતીની વિરુદ્ધ પોલીસે આ મુદ્દે તપાસ ચાલુ કરી હતી. જો કે પીડિતોની અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે દાતીની વિરુદ્ધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી.કામેશ્વર રાવે પીડિતની અરજી પર સુનવણી કરતા આ મુદ્દે તપાસની જવાબદારી સીબીઆઇને સોંપી દીધી હતી. 

આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પીડિત મહિલાએ દિલ્હીમાં શનિધામ ન્યાયના સંસ્થાપકની વિરુદ્ધ તેની સાથે દુષ્કરમ તથા અપ્રાકૃતિક સંબંધ બાંધવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. 
દિલ્હી પોલીસે આ મુદ્દે 1 ઓક્ટોબરે દાતી મહારાજ તથા અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે, સીબીઆઇ એક પુરક ફરિયાદ દાખલ કરી શકે છે. કોર્ટે એજન્સીને ત્રણ અઠવાડીયાની અંદર તપાસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું છે. આ મુદ્દે આગામી સુનવણી 30 ઓક્ટોબરે થશે. 

7 જુને કરવામાં આવી હતી ફરિયાદ
દાતી મદન ઉર્ફે દાતી મહારાજ અને તેનાં ત્રણ ભાઇઓ તથા એક મહિલાની વિરુદ્ધ 7 જુને દક્ષિણ દિલ્હીનાં ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 11 જુને ફરિયાદ દાખલ થઇ હતી. દાતી મહારાજની એક અનુયાયીએ તેમના પર દિલ્હી અને રાજસ્થાનનાં આશ્રમોમાં તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે પોલીસે 22 જુને દાતી મહારાજની પુછપરછ કરી હતી. આરોપી દાતીનો દાવો છે કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news