કોંગ્રેસના પૂર્વ 3 દિગ્ગજ નેતાઓને BJP માં મળી મોટી જવાબદારી, એક રહી ચૂક્યા છે CM
Captain amarinder singh: શેરગિલે તત્કાલિન અધ્ય્ક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે અને આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના સર્વોચ્ચ પદો પર બેઠેલા નેતા જમીની હકિકતને ઇગ્નોર કરી રહ્યા છે. તેમનો આરોપ હતો કે પાર્ટીના નેતા યૂથ ડિમાન્ડના આધારે નિર્ણય લેતા નથી.
Trending Photos
captain amarinder singh sunil jakhar and jaiveer shergill: 2024 ના લોકસભા ચૂંટણીમાં અત્યારે એકથી દોઢ વર્ષનો સમય બાકી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં ભાજપે પૂર્વમાં કોંગ્રેસના મોટો ચહેરો રહી ચૂકેલા નેતાઓને મોટી જવાબદારી આપી છે. ભાજપે સતત કોંગ્રેસમાંથી આવનાર નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી ઝટકા પર ઝટકા આપી રહી છે. ભાજપે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં પોતાની જમીનને વધુ મજબૂત બનાવવા માટે રાજકીય જગ્યાએ ઘણા મોટા ચહેરાને પાર્ટીમાં મોટા પદ અને જવાબદારી સોંપી છે.
પાર્ટી તરફથી પક્ષ રાખવાની સાથે સાથે દરેક મોરચા પર કોંગ્રેસની ઢાલ બનનાર જયવીર શેરગિલને ભાજપે મોટી જવાબદારી આપતાં રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. શેરગિલ પોતાની સ્પષ્ટ અને તાર્કિક વાતચીત માટે જાણિતા છે. શેરગિલ તે નેતા છે જેમણે ત્રણ મહિના પહેલાં કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું.
શેરગિલે લગાવ્યો હતો પાર્ટી પર અવગણનાનો આરોપ
તે સમયે તેમણે પાર્ટીની તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના સર્વોચ્ચ પદ બેઠેલા નેતા જમીની હકિકતની અવગણના કરી રહ્યા છે. તેમનો આરોપ હતો કે પાર્ટીના નેતા યૂથની ડિમાન્ડના આધારે નિર્ણય લેતા નથી.
તેમના ઉપરાંત પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પાર્ટી વિરૂદ્ધ બગાવતના તેવર બતાવી ચૂકેલા પૂર્વ કોંગ્રેસી નેતા સુનીલ જાખડ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તેમને પાર્ટીએ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બનાવ્યા છે.
કેપ્ટન અને જાખડ સાથે પંજાબમાં ભાજપને આશા
કેપ્ટને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે સંબંધ તોડી દીધો હતો અને પંજાબ લોક કોંગ્રેસના નામેથી એક પાર્ટીની સ્થાપના કરી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેમને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પોતે પોતાની પારંપારિક વિધાનસભા સીટ પર હારી ગયા. ચૂંટણીમાં હારનો સામનો કર્યાના થોડા મહિના બાદ કેપ્ટને પોતાની પાર્ટીનું ભાજપમાં વિલય કરી દીધું હતું. ભાજપ કેપ્ટનના બહાને સિખોમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?
તો બીજી તરફ પંજાબના વધુ એક કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બલરાવ જાખડના પુત્ર સુનીલ જાખડ પણ હવે ભાજપને જમીની સ્તર પર મજબૂત કરતાં દેખાશે. સિદ્ધૂ સાથે માથાકૂટના લીધે કોંગ્રેસ છોડી દીધી હતી અને મે મહિનામાં ભાજપનો હાથ પકડ્યો હતો. હવે જોવાની વાત એ છે કે જાખડ ભાજપમાં આવવાથી ભાજપને પંજાબમાં કેટલો ફાયદો થશે.
સ્વંત્ર દેવ સિંહને મળી મહત્વપૂર્ણ જવાબદારી
આ ઉપરાંત પાર્ટીની ઉત્તર પ્રદેશ યૂનિટના પૂર્વ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને પણ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ એક નિવેદન જાહેર કરી આ વિશે જાણકારી આપી છે. ભારતીય જનતા પાર્ટીના ઉત્તરાખંડ યૂનિટના પ્રદેશાધ્યક્ષ રહેલા મદન કૌશિકને રાષ્ટ્રીય કાર્યસમિતિના વિશેષ આમંત્રિત સભ્ય બનાવ્યા છે.
સાથે જ છત્તીસગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુદેવ સાય અને પંજાબ ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોરંજન કાલિયા, અમનજોત કૌર રામૂવાલિયા અને એસ રાણા ગુરમીત સિંહ સોઢીને પણ રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્યના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે