'શું સુપ્રીમ કોર્ટ પુતિનને યુદ્ધ રોકવાના નિર્દેશ આપી શકે?' યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સંબંધિત અરજી પર સુનાવણી
રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે યુદ્ધ ચાલુ છે અને રશિયાના સૈન્ય અભિયાનથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે કાઢવા માટે અભિયાન ચાલી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે યુદ્ધ ચાલુ છે અને રશિયાના સૈન્ય અભિયાનથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે કાઢવા માટે અભિયાન ચાલી રહ્યું છે. હવે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને આ મામલે ચીફ જસ્ટિસ એન વી રમનાએ અટોર્ની જનરલને કોર્ટમાં તલબ કર્યા છે. આ સાથે જ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરજીકર્તાને સવાલ કર્યો કે આખરે આ મામલે કોર્ટ શું કરી શકે છે?
વકીલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત લાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ભારત સરકારને નિર્દશ આપવાની અપીલ કરી. જેના પર ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે ભારત સરકાર ભારતીયોને બહાર કાઢવા માટે પોતાનું કામ કરી રહી છે.
શું પુતિનને યુદ્ધ રોકવા માટે કહી શકે છે- CJI
ચીફ જસ્ટિસ એન વી રમનાએ કહ્યું કે અમને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે અને અમને ખુબ ખરાબ પણ લાગી રહ્યું છે. પરંતુ શું આપણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુદ્ધ રોકવાનો આદેશ આપી શકીએ? હવે આ મામલે કોર્ટે અટોર્ની જનરલ કેકે વેણુગોપાલને તલબ કર્યા છે અને મદદ માંગી છે.
ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા મામલે પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે એકવાર ફરીથી વાત કરી હતી અને યુક્રેનથી ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા કરી હતી. પીએમઓ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખારકીવની જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમણે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવા મામલે ચર્ચા કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે