સરકારી કર્મચારીઓ આનંદો...મોદી સરકારે NPSમાં સરકારનો ફાળો વધાર્યો, જાણો કેટલો થયો

જો તમે સરકારી કર્મચારીઓ છો તો આ સમાચાર તમને ખુશખુશાલ કરી નાખશે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં સરકારનો ફાળો વધીને મૂળ પગારના 14 ટકા કરવામાં આવ્યો છે.  

સરકારી કર્મચારીઓ આનંદો...મોદી સરકારે NPSમાં સરકારનો ફાળો વધાર્યો, જાણો કેટલો થયો

નવી દિલ્હી: જો તમે સરકારી કર્મચારીઓ છો તો આ સમાચાર તમને ખુશખુશાલ કરી નાખશે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં સરકારનો ફાળો વધીને મૂળ પગારના 14 ટકા કરવામાં આવ્યો છે.  કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સોમવારે આ અંગે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે એનપીએસમાં કેટલાક ફેરફાર કર્યા છે. સરકારે હાલ જે 10 ટકા ફાળો અપાતો હતો તેને વધારીને 14 ટકા કર્યો છે. આ ઉપરાંત હવે એનપીએસની કુલ રકમમાંથી 60 ટકા ઉપાડ ઉપર પણ કોઈ ટેક્સ આપવો પડશે નહીં. પહેલા આ મર્યાદા 40 ટકા હતી. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ  કેબિનેટે ગુરુવારે એનપીએસમાં સરકારનો ફાળો વધારીને મૂળ પગારના 14 ટકા કર્યો હતો. જો કે હાલ આ ફાળો 10 ટકા છે. તેમાં સૌથી મહત્વની વાત એ છે કે કર્મચારીઓનો ન્યૂનતમ ફાળો 10 ટકા જ રહેશે. કેબિનેટે કર્મચારીના 10 ટકા સુધીના ફાળા માટે આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર પ્રોત્સાહનને પણ મંજૂરી આપી. 

હાલ સરકાર તથા કર્મચારીઓનો ફાળો એનપીએસમાં 10-10 ટકા છે. કર્મચારીઓનો ન્યૂનતમ ફાળો 10 ટકા જ રહેશે. જ્યારે સરકારનો ફાળો 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓ પાસે ફિક્સ્ડ ઈન્કમ પ્રોડક્ટ્સ કે શેર ઈક્વિટીમાં રોકાણનો પણ વિકલ્પ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news