CAA બંધારણીય છે કે નહિ? 133 અરજીઓને લઈને સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી

નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઈને આજે સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં આજે મહત્વની સુનવણી હાથ ધરાશે. આ કાયદા પર શીર્ષ અદાલતમાં સુનવણી માટે આજે 133 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ આ કાયદાની વિરુદ્ધ દાખલ થઈ છે. જ્યારે કે અરજી સમર્થનમાં અને કેન્દ્ર સરકારની અરજી છે.

CAA બંધારણીય છે કે નહિ? 133 અરજીઓને લઈને સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઈને આજે સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં આજે મહત્વની સુનવણી હાથ ધરાશે. આ કાયદા પર શીર્ષ અદાલતમાં સુનવણી માટે આજે 133 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ આ કાયદાની વિરુદ્ધ દાખલ થઈ છે. જ્યારે કે અરજી સમર્થનમાં અને કેન્દ્ર સરકારની અરજી છે.

હકીકતમાં, ડિસેમ્બરમાં જ્યારે મામલાની સુનવણી થઈ હતી, ત્યારે 60 અરજીઓ હતી. ચીફ જસ્ટિસ એસ. એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ પર સુનવણી કરશે. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ તો જાહેર કરી હતી. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ જાહેર કરી હતી. પરંતુ કાયદા પર પ્રતિબંધ લગાવ્યો ન હતો.

બિનસરકારી સંગઠન માઈનોરિટી ફ્રન્ટ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ સહિત અનેક લોકોએ આ અરજી દાખલ કરી છે. હકીકતમાં, નાગરિકતા સંશોધન કાયદાનો દેશના અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ રાજ્યોના હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ આ કાયદા અંતર્ગત દાખલ કરાઈ છે. 

ગત દિવસોમાં સીએએને લઈને દાખલ કરાયેલ અરજીની સુનવણી કરતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે, દેશ હજી પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે અહીં શાંતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, સીએએની વિરુદ્ઘ જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે, તેના પર સુનવણી જાહેર કરીને હિંસાને રોક્યા બાદ જ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news