Mission Oxygen: ઓક્સિજન સંકટમાંથી દેશને ઉગારવા, લોકોના જીવ બચાવવા વાયુસેનાએ સંભાળ્યો મોરચો
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે. સંકટની આ ઘડીમાંથી દેશને બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુસેના સરકાર અને જનતાની મદદે આવી છે.
એરફોર્સનું મિશન ઓક્સિજન
દેશના અનેક ભાગોમાં ઓક્સિજન સંકટ ઊભુ થઈ ગયું છે. ભારતીય વાયુસેનાએ હવે આ સંકટને ટાળવા માટે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાન અલગ અલગ ભાગોમાં ઓક્સિજનના કન્ટેનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી લાવવાની સાથે હાલાત સંભાળી શકાય. આ કડીમાં વાયુસેનાના C-17 અને IL-76 વિમાનોએ દેશભરમાં પોતાની ઓક્સિજન સેવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન દેશભરના સ્ટેશનો પર મોટા ઓક્સિજન ટેન્કરોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને ઓક્સિજનના વિતરણમાં તેજી લાવી શકાય.
C-17 and IL-76 aircraft airlifted cryogenic oxygen containers from Air Force Station Hindan to Panagarh for recharging, in support of the fight against Covid-19. Similar airlift tasks are underway across the country. pic.twitter.com/1GMdOBRqWY
— Indian Air Force (@IAF_MCC) April 23, 2021
દેશભરમાં બહાલ થશે આપૂર્તિ
ઓપરેશનમાં દેશની ફોર્સ ઓક્સિજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવાઓ, ઉપકરણો અને સ્વાસ્થ્યકર્મીઓને પણ એરલિફ્ટ કરી રહી છે. નોંધનીય છે કે દેશ હાલ મેડિકલ ગ્રેડ ઓક્સિજનની જબરદસ્ત અછતનો સામનો કરી રહ્યો છે. દેશના દરેક નાના મોટા શહેરમાં સ્થિતિ વિકટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે