Assembly By Poll Result: વિધાનસભા પેટાચૂંટણીના પરિણામનો દિવસ, ભાજપ માટે ખતરાની ઘંટી, વિપક્ષની થઈ રહી છે બલ્લે-બલ્લે

દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીઓના આજે પરિણામનો દિવસ છે. હાલ મતગણતરી ચાલુ છે. જે પ્રકારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે ભાજપ માટે ચોંકાવનારા અને ખતરાની ઘંટી જેવા છે. 10 જુલાઈના રોજ 13 સીટો માટે પેટાચૂંટણી થઈ હતી.

Assembly By Poll Result: વિધાનસભા પેટાચૂંટણીના પરિણામનો દિવસ, ભાજપ માટે ખતરાની ઘંટી, વિપક્ષની થઈ રહી છે બલ્લે-બલ્લે

દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીઓના આજે પરિણામનો દિવસ છે. હાલ મતગણતરી ચાલુ છે. જે પ્રકારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે ભાજપ માટે ચોંકાવનારા અને ખતરાની ઘંટી જેવા છે. 10 જુલાઈના રોજ 13 સીટો માટે પેટાચૂંટણી થઈ હતી. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ તમિલનાડુના વિક્રવંડી વિધાનસભા સીટ પર સૌથી વધુ મતદાન અને ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ પર સૌથી ઓછું મતદાન થયું હતું. આ સીટો પર વિવિધ પક્ષોના હાલના વિધાયકોના નિધન કે પછી રાજીનામાના કારણે ખાલી પડેલી સીટો માટે પેટાચૂંટણી થઈ હતી. 

કઈ સીટો માટે થયું મતદાન
બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળમાં રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બાગદા અને માનિકટોલા સીટો માટે, તમિલનાડુમાં વિક્રવંડી, મધ્ય પ્રદેશમાં અમરવાડા, ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મંગલૌર, પંજાબમાં જાલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશમાં દેહરા, હમીરપુર અને નાલાગઢ  બેઠકો સામેલ છે. 

ક્યાં કોણ આગળ?
હિમાચલ પ્રદેશની દેહરા  બેઠક પર સીએમ સુક્ખુના પત્ની કમલેશ ઠાકુરે જીત મેળવી છે. જ્યારે હમીરપુર બેઠક પર ભાજપના ઉમેદવાર આશીષ વર્માએ  કોંગ્રેસના પુષ્પેન્દ્ર વર્માને હરાવ્યા. નાલાગઢ બેઠક પર કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ ભાજપના ઉમેદવાર કે એલ ઠાકુર પર 6 હજારથી વધુ મતથી લીડ મેળવી છે. 

ઉત્તરાખંડમાં મંગલૌર સીટ પર 5 રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસ ઉમેદવાર કાઝી મોહમ્મદ નિઝામુદ્દીને નજીકના હરીફ બસપાના ઉબૈદુર્હમાન પર 7385 મતની લીડ મેળવી છે. ભાજપના કરતાર સિંહ ત્રીજા સ્થાને છે. બદ્રીનાથ સીટ પર કોંગ્રેસના લખપત સિંહ પુટોલાએ ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ભંડારી પર 1935 મતની લીડ મેળવી છે. 

પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો પર ટીએમસી ઉમેદવારો આગળ છે. રાયગંજમાં કૃષ્ણા કલ્યાણી, રાણઘાટ દક્ષિણમાં મુકુટ મણી અધિકારી, બાગદામાં મધુપર્ણા ઠાકુર અને માનિકટોલામાં સુપ્તિ પાંડે આગળ છે.

બિહારમાં રૂપૌલી બેઠક પર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અપક્ષ શંકર સિંહે 1036 મતની લીડ મેળવી છે. અને જેડીયુ ઉમેદવાર બીજા નંબરે ધકેલાયા છે. જ્યારે બીમા ભારતી સતત ત્રીજા નંબરે છે. હજુ પાંચ રાઉન્ડની મતગણતરી બાકી છે. 

તમિલનાડુમાં વિક્રવંડી બેઠક પર મતગણતરી ચાલુ છે. ડીએમકે ઉમેદવાર 10 હજારની લીડથી આગળ છે. જ્યારે પંજાબમાં જાલંધ વેસ્ટ સીટ પર આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે 37000 મતથી જીત મેળવી છે. 

મધ્ય પ્રદેશમાં પણ ઉલટફેર જોવા મળી રહ્યો છે. અમરવાડા સીટ પર હવે કોંગ્રેસના ઉમેદવાર ધીરન શાહે ભાજપના કમલેશ પ્રતાપ શાહ પર 4500થી વધુ મતની લીડ મેળવી છે. 
    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news