અહીં માત્ર 95 રૂપિયામાં મળી રહ્યો છે JioPhone, 6 મહીના માટે અનલિમિટેડ કોલિંગ
રિલાયન્સ જિયો હવે પોતાનો જિયો ફોન એક ઓફર હેઠળ માત્ર 95 રૂપિયામાં ગ્રાહકોને આપી રહી છે, જેના હેઠળ સરકાર ખાતામાં પૈસા જમા કરાવશે
Trending Photos
નવી દિલ્હી : ટેલિકોમ બજારમાં જિયો ફોન આવ્યા બાદ તહેલકા મચેલો છે. રિલાયન્સ જિયોએ પહેલા ડેટા માર્કેટમાં પોતાની પોઝીશન બનાવી અને હવે તેઓ ફીચર પોન માર્કેટમાં પણ ટોપ પર છે. 2017માં કંપનીએ પોતાનો ફીચર ફોન જિયો ફોન લોન્ચ કર્યો હતો અને થોડા સમય બાદ જ ફીચર ફોન માર્કેટમાં પોતાનો કબ્જો જમાવી લીધો છે. રિલાયન્સ જીયો હવે પોતાનો જિયો ફોન એક ઓફર હેઠલ માત્ર 95 રૂપિયામાં આપી રહ્યા છે. જો કે આ ઓફર માત્ર રાજસ્થાન માટે છે. તેના માટે રાજસ્થાન સરકાર અને રિલાયન્સ જિયોએ ભાગીદારી કરી છે.
આ યોજના હેઠળ માત્ર 95 રૂપિયામાં મળી રહ્યો છે જિયોફોન
રિલાયન્સ જીયોએ રાજસ્થાન સરકારની સાથે મળીને એક સ્કીમ રજુ કરી છે જેના હેઠળ ફીચર ફોન તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટ (6 મહિના માટે) સાથે માત્ર 95 રૂપિયામાં મળી જશે. આ પ્લાન જિયો ભામાશાહ ઓફર હેઠળ આપવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લાન માત્ર રાજસ્થાનના લોકો માટે છે. આ ઓફરનો લાભ માત્ર ભામાશાહ કાર્ડ ધરાવતા લોકોને જ મળવા પાત્ર થશે.
ગ્રાહકોનાં એકાઉન્ટમાં રાજસ્થાન સરકાર જમા કરાવશે 500 રૂપિયા
એક અહેવાલ અનુસાર, રાજસ્થાન સરકાર જિયો ફોન ખરીદનારા કસ્ટમરના એકાઉન્ટમાં સીધા 500 રૂપિયા જમા કરાવી દેશે. ત્યાર બાદ બાકીનાં 500 રૂપિયા લેવા માટે રિલાયન્સ જીયો ફોન યુઝર્સને ભામાશાહ એપ પોતાનાં ફોનમાં ડાઉનલોડ કરવું પડશે અને સર્વિસને અક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ ભામાશાહ નંબરને ઓથેન્ટિકેટ કર્યા બાદ ગ્રાહકના મોબાઇલ વોલેટમાં 500 રૂપિયા જમા કરી દેવામાં આવશે. આ સ્કીમ ફસ્ટ જનરેશન જિયો ફોન માટે વેલિડ છે. ભામાશાહ યોજના હેઠળ જીયો ફોનની સાથે ગ્રાહકોને છ મહિના માટે ફ્રી અનલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટ મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે