Budget Session: 4 રાજ્યોમાં BJP ની બંપર જીત, લોકસભામાં PM આવતા જ લાગ્યા મોદી-મોદીના નારા
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત થઈ.
Trending Photos
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત થઈ. આ દરમિયાન પીએમ મોદી જેવા લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સદનમાં પહોંચ્યા કે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ તેમનું હીરો જેવું સ્વાગત કર્યું અને મોદી મોદીના નારા લગાવ્યા.
જ્યારે ભાજપના સાંસદો નારા લગાવી રહ્યા હતા ત્યારે સદનમાં બેઠેલા વિદેશી પ્રતિનિધિઓ તેને કૂતુહૂલથી જોઈ રહ્યા હતા. પીએમ મોદી નારા વચ્ચે લોકોને હાથ જોડતા રહ્યા. બેસ્યા બાદ પણ ભાજપના સાંસદો સતત મેજ થપથપાવતા રહ્યા. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મરક મરક હસી રહ્યા હત ા.
નોંધનીય છે કે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા અને પંજાબમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડીને સત્તામાં આવી છે.
आज बजट सत्र का दूसरा चरण
▶️लोकसभा में मोदी-मोदी के नारे लगे
▶️मनीष तिवारी ने लोकसभा में दिया स्थगन प्रस्ताव नोटिस
▶️यूक्रेन पर भारत का रुख रखेंगे एस जयशंकर pic.twitter.com/lOxXVIdjFU
— Zee News (@ZeeNews) March 14, 2022
યુપીની 403 બેઠકોમાંથી ભાજપને એકલા હાથે 255માં જીત મળી. ઉત્તરાખંડમાં ભાજપે 70માંથી 47 બેઠકો મેળવી. ગોવાની 40 બેઠકોમાંથી 20 બેઠકો જીતી અને મણિપુરની 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને ફાળે 32 ગઈ. જો કે પંજાબમાં ભાજપને ફક્ત 2 બેઠક મળી.
સરકારને આ મુદ્દે વિપક્ષ ઘેરશે
અત્રે જણાવવાનું કે વિપક્ષ બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન મોંઘવારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં કાપ, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી, અને બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરનું બજેટ પણ આજે રજૂ થનાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે