Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ

Union Budget 2020 Reactions: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગાર મળે. 

Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકાર 2.0ના આ બજેટ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટના નામ પર માત્ર ભાષણ હતું. કોઈ સેન્ટ્રલ થીમ નથી. અર્થવ્યવસ્થા સુધારવા માટે બજેટમાં કશું નથી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?

અખિલેશે કહ્યું- નાદાર સરકારનું નાદાર બજેટ
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, નાદાર સરકારનું નાદાર બજેટ છે. ભાજપ અર્થવ્યવસ્થાને લઈને નિષ્ફળ છે. યૂપીમાં ભાજપની સરકાર છે, પરંતુ રોકાણ લાવવાના નામ પર કંઇ નથી. રોજગાર કેમ ઉભો થશે, મોદી સરકાર બેરોજગાદી કેમ દૂર કરશે? આ બજેટ આંકડાની માયાજાળ છે જેથી અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી શકાય. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બજેટને લઈને ભાજપ પર પ્રહાર કર્યાં છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીને બજેટથી ઘણી આશા હતી. પરંતુ એકવાર દિલ્હીવાળાની સાથે દતક જેવો વ્યવહાર થયો. તેવામાં દિલ્હી ભાજપને કેમ મત આપે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2020

બજેટ પર સિંઘવીનો કટાક્ષ
આ પહેલા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુશ્મન ન કરે દોસ્તને જો કામ કિયા હૈ, વર્ષ ભરનો ગમ. ગરીબો પર હુમલો, ફરીથી જનતાને ઈનામ આપ્યું છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, નિર્મલા સીતારમન બજેટના ગણિતને સમજવામાં નિષ્ફળ રહી છે. 4.8 ટકા જીડીપી વિકાસની સાથે 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય એક પાઇપ ડ્રીમ છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news