‘દલિત, બ્રાહ્મણ, યાદવ મુસ્લિમમાં ભાઇચારો, તેની આગળ બધા હાર્યા’: BSPનું નવું સ્લોગન
ચૂંટણીમા દરેક સંભવ પ્રયત્ન કરવા બીએસપી પણ ભાજપને હરાવી દેવા માટે તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી 2019 માટે બીએસપીએ પહેલી વખત વોર રૂમ તૈયાર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ બધી પાર્ટિઓ હવે સુપર એક્ટિવ થઇને કામ કરી રહી છે. ભાજપની ચૂંટણી જંગમાં હરાવી દેવા માટે પ્રત્યેક રાજકીય પાર્ટીઓ પોતા-પોતાના એજન્ડા પર કામ કરી રહ્યાં છે. ચૂંટણીમા દરેક સંભવ પ્રયત્ન કરવા બીએસપી પણ ભાજપને હરાવી દેવા માટે તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી 2019 માટે બીએસપીએ પહેલી વખત વોર રૂમ તૈયાર કર્યો છે. જ્યાંથી દરેક સવાલનો જવાબ આપવામાં આવશે. આ સાથે જ બીએસપીએ નવો ચૂંટણી નારો પણ આપ્યો છે. ‘દલિત, બ્રાહ્મણ, યાદવ મુસ્લિમમાં ભાઇચારો, તેમની આગળ બધા હાર્યા.’
આ સાથે જ આ જાણકારી છે કે બીએસપી સુપ્રીમોએ માયાવતીએ 14 માર્ચે બીએસપી કોર કમિટિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં બધા ઝોનલ કોડિનેટર અને પ્રભારીઓને બોલાવવામાં આવ્યા ચે. આ બેઠકમાં ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થશે. બેઠક બાદ બીએસપી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.
મળતી જાણકારી અનુસાર, લખનુઉ સ્થિત માયાવતીના માલ એવન્યૂ સ્થિત આવાસને લોકોસભા ચૂંટણી માટે બીએસપી કેન્દ્રીય કેમ્પ કાર્યાલયના રૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી માટે અહીંયા પહેલી વખત બીએસપી સુપ્રીમો માયાવતી વોર રૂમ તૈયાર કરી રહી છે. એટલા માટે તેમણે ખાસ લોકોને જવાબદારી સોંપી છે. સોશિયલ મીડિયા જાણકારની એક ટીમ વોર રૂમમાં લગાવવામાં આવી છે. જે ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર માયાવતી વિચારોને શેર કરી સોશિયલ મીડયા પર થઇ રહેલી એક-એક ગતિવિધિઓ પર નજર રાખશે.
જોકે, બીએસપીની તરફથી મંગળવારે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં પણ ‘હાઇ ટેક પ્રચાર પ્રસાર’થી દૂર રહેશે અને પાર્ટી જૂની પરંપરાગત રીત અપનાવી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઇએ કે હાલમાં જ માયાવતી ટ્વિટરથી જોડાયા અને થોડા દિવસોમાં તેમના ફોલઓવરની સંખ્યા લગભગ દોઢ લાખ સુધી પહોંચી ગઇ છે. ટ્વિટર પર આવ્યા બાદથી માયાવતી તેમની વાત કહેવાના આ સમય તેને સૌથી મોટો સપોર્ટ બનાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે