અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, Video જોઈ હચમચી જશો

Teacher Beating Student: સોશિયલ મીડિયા પર ક્યારેક એવા ચોંકાવનારા મામલા સામે આવે છે જેના પર સરળતાથી ભરોસો કરી શકાય નહીં. હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને સ્તબ્ધ થઈ જશો. એક મહિલા ટીચરે પોતાના સ્ટુડન્ટ્સ પાસે એંઠા વાંસણો ધોવડાવવા માટે મજબૂર કર્યા પરંતુ જ્યારે સ્ટુડન્ટે ના પાડી દીધી તો મારપીટ પર ઉતરી પડી. આ કથિત મામલો ઉત્તરાખંડના પૌડી જિલ્લાનો છે.

અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, Video જોઈ હચમચી જશો

Teacher Beating Student: સોશિયલ મીડિયા પર ક્યારેક એવા ચોંકાવનારા મામલા સામે આવે છે જેના પર સરળતાથી ભરોસો કરી શકાય નહીં. હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને સ્તબ્ધ થઈ જશો. એક મહિલા ટીચરે પોતાના સ્ટુડન્ટ્સ પાસે એંઠા વાંસણો ધોવડાવવા માટે મજબૂર કર્યા પરંતુ જ્યારે સ્ટુડન્ટે ના પાડી દીધી તો મારપીટ પર ઉતરી પડી. આ કથિત મામલો ઉત્તરાખંડના પૌડી જિલ્લાનો છે. જિલ્લામાં એક ટીચર દ્વારા નિર્દયતાથી વિદ્યાર્થીનીને મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે પણ આ વીડિયોની પુષ્ટિ કરતા પૌડી જિલ્લાના દેવલા પૌખાલ વિસ્તારનો હોવાનું કહ્યું છે. 

 

મહિલા ટીચરે વિદ્યાર્થીનીને માર માર્યો
કથિત જાણકારી મુજબ ગુરુરામ રાય ઈન્ટર કોલેજમાં લાગેલા એનએસએસ શિબિર દરમિયાન એક વિદ્યાર્થીનીને નિર્દયતાથી મારી. વીડિયો જેવો કોઈએ ઈન્ટરનેટ પર નાખ્યો તો વાયરલ થઈ ગયો. પહેલા તો ટીચરે છાત્રાને ખુબ થપ્પડ માર્યા પરંતુ ત્યારબાદ તો ટીચરે ગળુ સુદ્ધા દબાવ્યું. 

એંઠા વાસણો ન ધોવા બદલ માર માર્યો
આ કથિત ઘટના અંગે જ્યારે લોકોએ જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે શિક્ષિકાએ વિદ્યાર્થીનીની પીટાઈ એટલા માટે કરી કારણ કે વિદ્યાર્થીનીએ પાણી ન હોવાના કારણે વાસણો ધોયા નહતા. ત્યારબાદ તો શિક્ષિકા બેકાબૂ થઈ ગઈ અને વિદ્યાર્થીનીને મારવા લાગી. માંડ માંડ છાત્રા શિક્ષિકાના ચુંગલમાંથી છૂટી. હવે આ મામલાને શિક્ષણ અધિકારીએ ગંભીરતાથી લીધો છે. તેમણે સમગ્ર  પ્રકરણ પર તપાસ બેસાડી  છે જેથી કરીને શિક્ષિકા પર કાર્યવાહી થઈ શકે. 

જુઓ લાઈવ ટીવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news