નવી કારના સ્વાગતમાં અનાડી ડ્રાઇવરે આફત સર્જી, પાર્ક કરેલી ગાડીઓ પર ફેરવી દીધી કાર

Funny Accidents:  આ વીડિયોને જોઇને લોકો પેટ પકડી હસી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ  (Instagram)  પર શેર કરવામાં આવ્યો છે. 

નવી કારના સ્વાગતમાં અનાડી ડ્રાઇવરે આફત સર્જી, પાર્ક કરેલી ગાડીઓ પર ફેરવી દીધી કાર

Funny Accidents: સોશિયલ મીડિયા પર જ્યાં તમે ઘણા ખતરનાક અકસ્માતોના વીડિયોઝ જોયા હશે તો બીજી તરફ કેટલાક એવા અકસ્માતો પણ જોયા હશે જેને જોઇને તમારું હસું રોકી શકશો નહી. આ વીડિયો (Trending Video) પણ કંઇક આ રીતનો છે. આ વીડિયોને જોઇને લોકો પેટ પકડી હસી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ  (Instagram)  પર શેર કરવામાં આવ્યો છે. 

નવ પરણિતાની માફક શણગારી કાર
આ વીડિયોમાં એક સોસાયટીનો ફ્રંટ ગેટ બતાવવામાં આવ્યો છે. આ ગેટ પરથી એક ગાડીની એન્ટ્રી થાય છે જે ફૂલોની માળાથી બિલકુલ એક નવપરણિતા દુલ્હનની માફક શણગારેલી છે. આ ગાડીનો રંગ ગ્રે છે. પરંતુ થોડીવાર બાદ ગાડીની સાથે શું થાય છે. તે જાણવા માટે પહેલાં તમે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા વીડિયો (Viral Video) ને જરૂર જુઓ... 

ડ્રાઇવરે કરી દીધો આવો ખેલ
વીડિયોને જોઇને લાગે છે કે કદાચ ડ્રાઇવર ગાડી પરથી પોતાનો કંટ્રોલ ગુમાવી દે છે. એટલું જ નહી ગાડી એક એક કરીને કોલોનીની અંદર લાઇનસર ઉભેલી બાઇક અને સ્કૂટીને કચડવા લાગે છે અને આખરે પલટી ખાઇ જાય છે. આવી પરિસ્થિતિને જોઇને ત્યાં હાજર એક વ્યક્તિ અને ગાર્ડ ભાગતાં ગાડીને પલટી ખાતા રોકતા રોકે છે. આ વીડિયોને જોઇને દરેક જણ ડ્રાઇવરને અનાડી કહી રહ્યા છે. 

વીડિયો જોઇ લોકો હસી હસીને થયા લોટપોટ
આ વીડિયોને ના ફક્ત સોશિયલ મીડિયા યૂઝર્સને એન્ટરટેન કર્યા પરંતુ ખૂબ વ્યૂઝ પણ મળ્યા. વીડિયોને અત્યાર સુધી ઘણીવાર જોવામાં આવ્યો છે. એટલું જ નહી કોમેન્ટ સેક્શનમાં પણ લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપતાં જોવા મળ્યા, કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મુંબઇની કોઇ સોસાયટીનો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news