એર એશિયાની ફ્લાઇટમાં મળ્યું નવજાતનું શબ, પોલીસે શરૂ કરી તપાસ

એર એશિયા તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જ્યારે વિમાન લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટોયલેટમાં એક નવજાત શિશુનું શબ મળ્યું. 
 

એર એશિયાની ફ્લાઇટમાં મળ્યું નવજાતનું શબ, પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ એર એશિયાની ફ્લાઇટના ટોયલેટમાં એક નવજાત શિશુનું શબ મળવાથી ફ્લાઇટમાં હડકંપ મચી ગયો. વિમાન ઓથોરિટીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આવી પ્રથમ ઘટના છે કે જ્યારે વિમાનમાં આ પ્રકારનો નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ વિમાન ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યું હતું. 

એર એશિયા તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જ્યારે વિમાન લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટોયલેટમાં એક નવજાત શિશુનું શબ મળ્યું. આ ઘટનાની સૂચના દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસ ડોક્ટરની એક ટીમને લઈને એરપોર્ટ પહોંચી. જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું. 

પોલીસ આ મામલે એક મહિલા યાત્રીની પુછપરછ કરી રહી છે. આ સંદિગ્ધ મહિલાની ઓળખ વિમાનમાં સવાર અન્ય યાત્રીકો દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધાર પર કરવામાં આવી છે. નવજાતનું શબને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે નવજાતને ટોયલેટમાં ઉપયોગ થનારા ટોયલેટ પેપરમાં બાંધેલું હતું, જેને બાળકનો રોવાનો અવાજ ન સંભળાઇ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news