બેંગલુરુઃ IIScની એરોપ્સેપસ લેબોરેટરીમાં વિસ્ફોટ, એક વૈજ્ઞાનિકનું મોત, 3 ઘાયલ
સદાશિવનગર પોલીસના જણાવ્યા અનુસાર, હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાને કારણે મોટો વિસ્ફોટ થયો હોવાની સંભાવના છે
Trending Photos
બેંગલુરુઃ કર્ણાટકમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરેટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં એક વૈજ્ઞાનિકનું મોત થયાના સમાચાર છે. બેંગલુરુમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરટરીમાં આ વિસ્ફોટ થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિસ્ફોટ થયો છે.
સદાશિવનગર પોલિસના જણાવ્યા અનુસાર, લેબોરેટરિમાં થયેલા આ વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય ત્રણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Sadashivanagar police: One scientist has died, three others critically injured following a suspected hydrogen cylinder explosion at aerospace lab at Indian Institute of Science, Bengaluru. More details awaited. #Karnataka pic.twitter.com/uOlaN9GUPb
— ANI (@ANI) December 5, 2018
વિસ્ફોટનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવું કહેવાય છે કે આ વિસ્ફોટ બપોરે 2.20 કલાકે થયો હતો. એ સમયે લેબોરેટરીમાં ચાર વ્યક્તિ હાજર હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ કયા કારણે થયો તેના અંગે હાલ કશું કહી શકાય એમ નથી. લેબોરેટરીમાં બધું જ વેરવિખેર હતું, ત્યાં ગેસ કે આગનું કોઈ નિશાન જોવા મળ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે