Himachal Pradesh: ભાજપે 62 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા, જયરામ ઠાકુર આ સીટ પરથી લડશે ચૂંટણી
Himachal Pradesh: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ભાજપે પહેલી યાદીમાં 62 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
Trending Photos
Himachal Pradesh: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ભાજપે પહેલી યાદીમાં 62 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે સતપાલ સિંહ સત્તીને ઉના અને અનિલકુમારને મંડીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પવન કાજલને કાંગડાથી ટિકિટ મળી છે. ભાજપે હમીરપુર સીટથી નરેન્દ્ર ઠાકુર અને સુજાનપુર સીટથી કેપ્ટન (રિટાયર્ડ) રણજીત સિંહને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ તરફથી જાહેર થયેલી 62 ઉમેદવારની પહેલી યાદીમાંથી હિમાચલ પ્રદેશના બેવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા પ્રેમકુમાર ધુમલનું નામ કપાઈ ગયું છે. પ્રેમકુમાર ધુમલ સુજાનપુર કે હમીરપુરથી ચૂંટણી લડે તેવી અટકળો હતી પરંતુ જ્યારે યાદી સામે આવી તો બંનેમાંથી કોઈ પણ સીટ પરથી ટિકિટ અપાઈ નહી.
વધુ વિગતો માટે જુઓ Video
ભાજપે અનુસૂચિત જાતિ માટે અનામત રાખેલી ચુરાહ સીટથી હંસરાજ, ભરમૌર સીટથી ડોક્ટર જનક રાજ, ચંબા સીટથી ઈન્દિરા કપૂર અને ડેલહાઉસીથી ડીએસ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. સત્તાધારી પાર્ટીએ ભટિયાલ સીટથી વિક્રમ જરયાલ, નૂરપુરથી રણવીર સિંહ નિક્કા, ઈંદોરાથી રીતા ધીમાન, ફતેહપુરથી રાકેશ પઠાનિયા, જવાલીથી સંજય ગુલેરિયા, જસવાન પ્રાગપુરથી વિક્રમ ઠાકુર અને જયસિંહપુરથી રવિન્દર ધીમાન પર દાવ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે