Kerala Eelction: ભાજપે ઉમેદવારોની કરી જાહેરાત, પલક્કડથી ચૂંટણી લડશે મેટ્રો મેન શ્રીધરન
કેરલમાં 6 એપ્રિલે એક તબક્કામાં 140 સીટો પર મતદાન થશે. તો 2 મેએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેરલ વિધાનસભા ચૂંટણી 2021 (Kerala Assembly Election 2021) માટે ભાજપે પોતાના 112 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેરલમાં ભાજપ ચાર પાર્ટીઓ BDJS, AIDMK, જેઆરએસ અને કામરાજ કોંગ્રેસની સાથે ગઠબંધનમાં છે. અહીં ભાજપ 115 સીટો પર ચૂંટણી લડશે અને બાકી 25 સીટો પર ગઠબંધનની ચાર પાર્ટીઓના ઉમેદવાર ઉતારશે.
ઉમેદવારોની યાદી જાહેર કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યુ કે, ડો. ઈ શ્રીધરન પલક્કડ વિધાનસભા સીટથી ચૂંટણી લડસે. કેજે અલફોંસને કંજિરાપલ્લી વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુરેશ ગોપી ત્રિશૂર બેઠક પરથી ચૂંટણી લડશે. ડો અબ્દુલ સમાલ કેરલની તિરૂર સીટથી મેદાનમાં હશે. પૂર્વ ડીજીપી જૈકબ થોમર ઇરિન્જાલાકુડાથી ચૂંટણી લડશે. ભાજપના પૂર્વ રાજ્ય પ્રમુખ કુમ્મનમ રાજશેખરન કેરલની ચર્ચિત નેમોમ સીટથી ચૂંટણી લડશે.
BJP releases a list of 112 candidates for Kerala Assembly elections (1/2) pic.twitter.com/gLoQmcLBeQ
— ANI (@ANI) March 14, 2021
BJP releases a list of 112 candidates for Kerala Assembly elections; MP KJ Alphons to contest from Kanirapally (1/2) pic.twitter.com/sHPDOJ2Ysd
— ANI (@ANI) March 14, 2021
મહત્વનું છે કે કેરલમાં 6 એપ્રિલે એક તબક્કામાં 140 સીટો પર મતદાન થશે. તો 2 મેએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે