ભાજપમાં જોડાવાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી રાજ્યસભાની ટિકિટ


ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. 

ભાજપમાં જોડાવાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી  રાજ્યસભાની ટિકિટ

ભોપાલઃ એક તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થવા દિલ્હી સ્થિત ભાજપની ઓફિસે પહોંચ્યા હતા અને મધ્યપ્રદેશમાં તેમની રાજ્યસભાની ઉમેદવારીની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે હર્ષ ચૌહાણને ભાજપે મધ્ય પ્રદેશથી પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યાં છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. 

— ANI (@ANI) March 11, 2020

ભાજપે કાપી પ્રભાત ઝા, સત્યનારાયણ જટિયાની ટિકિટ
તેમાંથી એક-એક સીટ ભાજપ અને કોંગ્રેસને મળવાનું નક્કી છે. બાકી એક સીટ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે તે વાત નક્કી છે. ભાજપમાંથી પ્રભાત ઝા અને સત્યનારાયણ જટિયા તો કોંગ્રેસના દિગ્વિજય સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થી રહ્યો છે. ભાજપે પ્રભાત ઝા અને સત્યનારાયણ જટિયાની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી પ્રભાત ઝા નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રભાત ઝા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news