ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !

પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ સોમવારે પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો. આ તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ. આ પ્રકારે તેમણે એક્ઝિટ પોલનાં આંકડાઓમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થવાના અંદાજ મુદ્દે વ્યંગ કર્યો હતો. 
ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ સોમવારે પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો. આ તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ. આ પ્રકારે તેમણે એક્ઝિટ પોલનાં આંકડાઓમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થવાના અંદાજ મુદ્દે વ્યંગ કર્યો હતો. 

બાબુલ સુપ્રિયોએ ટ્વીટમાં તસ્વીર શેર કરતા ટાઇટલ લખ્યું કે, તેમાં મદદ નહોતો કરી શકતો, પરંતુ શેર કરી દીધું. જેણે પણ બનાવ્યું છે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદે ગત્ત 16 મેનાં રોજ વિપક્ષી મહાગઠબંધનને મહાગઠબંધન ગણાવ્યું હતું. સુપ્રીયોએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતનાં લોકો મહાગઠબંધનને ક્યારે પણ મત નહી આપે, કારણ કે લોકો હંમેશા પોતાની જાતને રાજનીતિથી ઉપર રાખે છે. 

લોકસભા ચૂંટણી 2019: દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમ મળીને 3500 કરોડનો સામાન પકડાયો
ચૂંટણી પંચે બંગાળમાં નિશ્ચિત સમય પહેલા ચૂંટણી પ્રચાર સમાપ્ત કરવાના નિર્ણય ત્યાં સતત થઇ રહેલી હિંસાને ધ્યાને રાખીને કર્યું. અહીં મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન પ્રસિદ્ધ સમાજ સુધારક ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તુટી ગઇ હતી. ચૂંટણી પંચે યોગ્ય કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવતા સુપ્રીયોએ ટ્વીટ કર્યું કે, છ તબક્કા સુધી પંચ ચુપ છે જ્યારે લોકશાહી અને માનવતાની મતત અને તેના સહયોગીઓ દ્વારા હત્યા થઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news