રેકોર્ડ હાઇ પર બંધ થયું બજાર, સેન્સેક્સમાં 1400નો ઉછાળો, 10 વર્ષમાં 1 દિવસની સૌથી મોટી તેજી

એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએને મળનાર બઢતથી બજાર પણ ખુશ થયું. સોમવારે બિઝનેસની શરૂઆત સારી તેજી જોવા મળી. તો બપોર થતાં-થતાં બજાર વધુ તેજી જોવા મળી. સેન્સેક્સએ 10 વર્ષ બાદ એક દિવસની સૌથી મોટી તેજી નોંધાઇ. તો બીજી તરફ બેંક નિફ્ટીએ પણ રેકોર્ડ હાઇ બનાવ્યો નિફ્ટી પણ 11800ને પાર નિકળી ગયો. એક્ઝિટ પોલના અનુમાનોએ જ બજારને તેજી આપી. એક્ઝિટ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું કે મોદી સરકારની પ્રચંડ બહુમત સાથે વાપસી થઇ રહી છે. 
રેકોર્ડ હાઇ પર બંધ થયું બજાર, સેન્સેક્સમાં 1400નો ઉછાળો, 10 વર્ષમાં 1 દિવસની સૌથી મોટી તેજી

મુંબઇ: એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએને મળનાર બઢતથી બજાર પણ ખુશ થયું. સોમવારે બિઝનેસની શરૂઆત સારી તેજી જોવા મળી. તો બપોર થતાં-થતાં બજાર વધુ તેજી જોવા મળી. સેન્સેક્સએ 10 વર્ષ બાદ એક દિવસની સૌથી મોટી તેજી નોંધાઇ. તો બીજી તરફ બેંક નિફ્ટીએ પણ રેકોર્ડ હાઇ બનાવ્યો નિફ્ટી પણ 11800ને પાર નિકળી ગયો. એક્ઝિટ પોલના અનુમાનોએ જ બજારને તેજી આપી. એક્ઝિટ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું કે મોદી સરકારની પ્રચંડ બહુમત સાથે વાપસી થઇ રહી છે. 

કારોબારના અંતમાં સેન્સેક્સ 1421.90 પોઇન્ટ એટલે કે 3.37 ટકા ચઢીને 39352.67 ના સ્તર પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 421.10 પોઇન્ટ એટલે કે 3.69 ટકા ચઢીને 11828.30 પર બંધ થયો. તો બીજી તરફ બેંક નિફ્ટી 1,310 ચઢીને 30,760 પર બંધ થયો. 

કેમ આવી શેરબજારમાં તેજી
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા મોદી સરકાર ફરીથી સત્તામાં પરત ફરવાની આશા સાથે બજારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામો જો એક્ઝિટ પોલની માફ આવશે તો નિફ્ટીમાં 12000 સુધીના સ્તર પર જશે. 

રોકાણકારોને થયો 3.82 લાખ કરોડ રૂપિયાનો ફાયદો
મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બજાર ખુલવાની થોડી મિનિટોમાં જ BSE લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂએશન 1,46,58,709.68 કરોડ રૂપિયાથી વધીને 1,50,41,099.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ મુજબ રોકાણકારોને થોડી મિનિટોમાં જ 3.82 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news