પ.બંગાળમાં ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર હુમલો, TMC સમર્થકો પર આરોપ

ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર આજે પશ્ચિમ બંગાળના 24 નોર્થ પરગણાના શ્યામનગરમાં હુમલો થયો છે.

પ.બંગાળમાં ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર હુમલો, TMC સમર્થકો પર આરોપ

નવી દિલ્હી: ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર આજે પશ્ચિમ બંગાળના 24 નોર્થ પરગણાના શ્યામનગરમાં હુમલો થયો છે. એવો આરોપ છે કે આ હુમલો પ્રદેશની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો છે. અર્જૂન સિંહ પશ્ચિમ બંગાળના બરાકપુરથી ભાજપના સાંસદ છે. 

જુઓ LIVE TV

આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર હુમલો કરીને તેમની કારના કાચ તોડી નાખ્યાં. હુમલા બાદ અર્જૂન સિંહે કહ્યું કે ટીએમસીના કાર્યકરો ભાજપની ઓફિસ પર કબ્જો જમાવવાની ફિરાકમાં હતાં. જ્યારે હું તપાસ કરવા પહોંચ્યો તો તેમણે મારી કાર પર હુમલો કર્યો. તે સમયે ત્યાં લોકો સાથે પોલીસ પણ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news