'ઉપર પહોંચાડ્યો કે નહી', અતીક-અશરફ હત્યાકાંડ પર BJP MLA નો વીડિયો વાયરલ

Atiq-Ashraf Murder: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે (15 એપ્રિલ) ના રોજ પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં તે સમયે ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે શાહગંજ પોલીસ સ્ટેશન હેઠળની કેલ્વિન હોસ્પિટલ પરિસરમાં લઈ ગઈ હતી.

'ઉપર પહોંચાડ્યો કે નહી', અતીક-અશરફ હત્યાકાંડ પર BJP MLA નો વીડિયો વાયરલ

UP government: પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદથી યોગી સરકાર વિરોધ પક્ષોના નિશાના પર છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને ખુફિયા તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે અને આ ઘટના તેનો પુરાવો છે. મામલાની ગંભીરતા સમજીને ભાજપના મોટા નેતાઓ પણ આ મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. દરમિયાન, યુપી ધારાસભ્યનું એક એવું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે ભાજપ માટે મુશ્કેલી બની શકે છે.

વાયરલ વીડિયોમાં સહારનપુરના બીજેપી ધારાસભ્ય રાજીવ ગુંબર કથિત રીતે અતીક હત્યા કેસને બીજેપી સરકારની ઉપલબ્ધિ ગણાવતા જોવા મળી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં જનતાને સંબોધિત કરતી વખતે ધારાસભ્ય કહી રહ્યા છે- 'માફિયા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું કે નહીં? અતીકને ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં. અશરફને ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં. તો સહારનપુરથી ગુંડાઓને બહાર પહોંચાડવાના છે.' 

ભાજપના ધારાસભ્યો ગુરુવારે મેયર પદના ભાજપના ઉમેદવાર ડો. અજય સિંહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા સહારનપુર આવ્યા હતા. આ પ્રસંગે જ તેણે કથિત રીતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વધી રહી છે.

15 એપ્રિલે અતીક-અશરફની થઇ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે શનિવારે (15 એપ્રિલ) પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે શાહગંજ પોલીસ સ્ટેશન હેઠળના કેલ્વિન હોસ્પિટલ પરિસરમાં લઈ ગઈ હતી. કેલ્વિન હોસ્પિટલથી થોડે દૂર શાહગંજ પોલીસ સ્ટેશન આવેલું છે. અતીક અને અહેમદની હત્યા ત્યારે થઈ જ્યારે બંને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના વીડિયો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ
આ મામલામાં શાહગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ અશ્વની કુમાર સિંહ સહિત પાંચ પોલીસકર્મીઓને બુધવારે (12 એપ્રિલ)ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પીટીઆઈ-ભાષા અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાહગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ અશ્વની કુમાર સિંહ, એક સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને અતીક અને અશરફની હત્યાના સંબંધમાં બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે SITની તપાસમાં જવાબદારી નિભાવવામાં બેદરકારી જોવા મળી ત્યારે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news