Indian Currency: BJP નેતાએ નોટ પર લગાવ્યા શિવાજી અને PM મોદીના ફોટા, કરી આ માંગ

Indian Note: ભાજપ નેતા રામ કદમે શિવાજી અને પીએમ મોદીના ફોટાવાળી નોટો શેર કરી છે અને કહ્યું કે તેમનો ફોટો દેશના કરોડો લોકોને પ્રેરણા આપશે. 

Indian Currency: BJP નેતાએ નોટ પર લગાવ્યા શિવાજી અને PM મોદીના ફોટા, કરી આ માંગ

Ram Kadam on Indian Currency: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્રારા નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટા લગાવવાની માંગ બાદ રાજકારણ પર વધતું જાય છે. હવે કોંગ્રેસ અને ભાજપે પણ પોતાની માંગ રાખી છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કરન્સી પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવવાની માંગ કરી છે તો ભાજપ નેતા રામ કદમ (Ram Kadam) એ શિવાજી અને પીએમ મોદીના ફોટાવાળી નોટ શેર કરી છે. 

રામ કદમે શેર કર્યા નોટના ફોટા
ભાજપ ધારાસભ્ય રામ કદમ (Ram Kadam) એ ટ્વીટ કરીને કહ્યું, 'હલકી રાજનીતિથી પ્રેરિત કેટલાક નેતાઓએ દેવી-દેવતાઓના ફોટા નોટ પર હોવા જોઇએ આ માંફ ચૂંટણીને જોઇને કરી. પરંતુ તે દિલની ઇમાનદારીથી વાત કરતા તો દેશ તેને સ્વિકારત કરતા. પરંતુ તેમનું અતીત જણાવે છે કે તેમને ફક્ત ચૂંટણીમાં આપણા દેવી-દેવતા યાદ આવે છે. જો આપણા મહાપુરૂષ શિવાજી મહારાજ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સ્વાતંત્ર્યવીર સાવરકર તેમના ફોટા દેશના કરોડો લોકોને પ્રેરણા આપશે. આ વાતને કોઇ નકારી શકતું નથી. તે આપણા બધાના વંદનીય છે. આપણા દેશને વિશ્વ ગૌરવ અપાવનાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના મહાન ત્યાગ, સમર્પણ પરિશ્રમની નિરંતર પરાકાષ્ઠા આપણે કેવી રીતે નકારી શકીએ. ના ફક્ત દેશ પરંતુ આખુ વિશ્વ સહત્ર યુગો તથા મનમન્વંતર સુધી મોદીજીના ભારતને મહાન બનાવવાના પ્રયત્નોને યાદ કરશે. 

મનીષ તિવારીએ કરી આંબેડકરનો લગાવવાની માંગ
સીએમ અરવિંદ કેજરીવાલની નોટો પર ગણેશ-લક્ષ્મીના ફોટા લગાવવાની માંગ પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કર્યું છે અને કરન્સી પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે એક તરફ મહાત્મા ગાંધીનો ફોટો છે. બીજી તરફ બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવવામાં આવે. 

जय श्रीराम .. जय मातादी ! pic.twitter.com/OPrNRu2psl

— Ram Kadam (@ramkadam) October 27, 2022

— Ram Kadam (@ramkadam) October 27, 2022

મનીષ તિવારી (Manish Tewari) એ ટ્વીટ કરીને કહ્યું ' 'નોટોની નવી સિરિઝ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો કેમ નહી? એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ ડો. આંબેડકર. અહિંસા, સંવિધાનવાદ અને સમતાવાદ એક અદ્રિતિય સંઘમાં વિલન થઇ રહ્યા છે, જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણપણે જોડવામાં આવશે.  

કેજરીવાલે કરી લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ
જોકે, આ સમગ્ર ચર્ચા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટા લગાવવાની માંગથી શરૂ થઇ હતી. બુધવારે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે નોટો પર ગાંધીજી સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો ફોટો લગાવવાની માંગ કરી હતી. કેજરીવાલે કહ્યું જે જો એક તરફ ગાંધીજીનો ફોટો રહેશે અને બીજી તરફ લક્ષ્મી ગણેશજીનો ફોટો રહેશે તો તેનાથી દેશને આર્શિવાદ મળશે. તેમણે કહ્યું કે લક્ષ્મીજીને સમૃદ્ધિની દેવી ગણવામાં આવે છે અને ગણેશજી તમામ પરેશાનીઓને દૂર રાખે છે. એટલા માટે તે બંનેના ફોટા નોટ પર લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news