ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની તુલના કિમજોંગ ઉન અને પૂતના સાથે કરતા વિવાદ
લાંબા સમયથી ભાજપ અને ટીએમસીનાં નેતાઓ વચ્ચે નિવેદન બાજી ચાલી રહી છે ત્યારે ગિરિરાજ સિંહનું વિવાદિતન નિવેદન સામે આવ્યું
Trending Photos
નવી દિલ્હી : ભાજપ અને ટીએમસીની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. સીબીઆઇ આ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે આવ્યા બાદથી ભાજપ અને ટીએમસી વચ્ચે નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ મમતા બેનર્જી કેન્દ્ર સરકારને સરમુખત્યાર ગણાવી રહી છે. બીજી તરફ ભાજપ મમતા બેનર્જીને બંગાળનાં સરમુખત્યાર ગણાવી રહ્યા છે.હાલમાં ભાજપની રેલીઓને બંગાળમાં અટકાવવા માટે ભાજપ સતત મમતા બેનર્જી સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે. હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે વિવાદિત નિવેદન આપ્યું હતું.
ગિરિરાજ સિંહ વિવાદિત અને અટપટા નિવેદનો મુદ્દે ઓળખાય છે. તેઓ કોઇ પણ મુદ્દે વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરતા હોય છે. આ દરમિયાન તેઓ અનેક વખત વિવાદિત નિવેદનો આપતા હોય છે. ગિરિરાજ સિંહે હવે મમતા બેનર્જી મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. ત્યાર બાદ હવે ફરીથી ટીએમસી અને ભાજપ વચ્ચે ટપાટપી વધે તેવી શક્યા છે. ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની તુલના સરમુખત્યાર કિમ જોંગ અને દ્વાપર યુગની રાક્ષસી પૂતના સાથે કરી છે.
#WATCH Union Minister Giriraj Singh on reports that TMC said West Bengal CM Mamata Banerjee is the Jhansi ki Rani of the modern times: Shayad Jhansi ki Rani ke upar ye gaali hai. Ye Putana (demoness) ho sakti hain Jhansi Ki Rani nahi ban sakti hain. Ye Kim Jong Un ho sakti hain.. pic.twitter.com/320x2uWAuc
— ANI (@ANI) February 8, 2019
ગિરિરાજ સિંહે કહ્યું કે, ઝાંસીની રાણી તેઓ ન હોઇ શકે પરંતુ પૂતના જરૂર હોઇ શકે છે. બીજી તરફ મમતા બેનર્જીને સરમુખત્યાર ગણાવતા તેમની તુલના કિમજોંગ ઉન સાથે કરી હતી. ગિરિરાજ સિંહે કહ્યું કે, તેમણે સમગ્ર બંગાળને તબાહ કરી દીધું છે. જે તેમની વિરુદ્ધ બોલે છે તેમની હત્યા કરાવી નાખે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, જે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને સમર્થન આપી રહ્યા છે. ઝાંસીની રાણી અને પદ્માવતી ન હોઇ શકે. ઝાંસીની રાણીએ દેશ માટે જીવ આપ્યો હતો પરંતુ મમતા દેશ તોડવા માટે લડી રહ્યા છે.
ગિરિરાજ સિંહે આ નિવેદન બાદ હવે રાજકીય હોબાળો થઇ શકે છે. તેમણે મમતા બેનર્જી પર સીધી રીતે પ્રહાર કરતા તેના પર સરમુખત્યાર શાહીનો આરોપ લગાવ્યો, તેની તુલના કિમ જોંગ ઉન સાથે તેમની તુલના કરી. ટીએમસી પણ કદાચ ચુપ નહી બેસે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે