BJP Leader Arrest: વેશ્યાલય ચલાવવાના આરોપમાં મેઘાલય ભાજપ નેતાની યુપીથી ધરપકડ

BJP Leader Arrest: મેઘાલયના તુરામાં પોતાના ફાર્મહાઉસમાં વેશ્યાલય ચલાવવાના આરોપમાં ભાજપ નેતા બર્નાર્ડ એન મરાકની ધરપકડ કરવામાં આવી છે. 

BJP Leader Arrest: વેશ્યાલય ચલાવવાના આરોપમાં મેઘાલય ભાજપ નેતાની યુપીથી ધરપકડ

નવી દિલ્હીઃ મેઘાલયના તુરામાં પોતાના ફાર્મહાઉસમાં વેશ્યાલય ચલાવવાના આરોપમાં ભાજપ નેતા બર્નાર્ડ એન મરાક (Bernard N Marak) ની ધરપકડ કરી લેવામાં આવી છે. વેશ્યાલય ચલાવવાના આરોપમાં મેઘાલય ભાજપ પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મરાકની ધરપકડ માટે સોમવારે પોલીસે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી નેતાની આજે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું કે શનિવારે દરોડામાં ભાજપ નેતા બર્નાર્ડ એન મરાકના ફાર્મહાઉસ રિમ્પુ બાગાનમાં છ સગીરને છોડાવવામાં આવી અને 73 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી બર્નાર્ડ એન મરાક ફરાર હતા. ત્યારબાદથી બર્નાર્ડ ફરાર હતો. પશ્ચિમ ગારો હિલ્સ પોલીસના અધીક્ષક વિવેકાનંદ સિંહે કહ્યુ- બર્નાર્ડ એન મરાક ઉર્ફે રિમ્પુ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તુરામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રિટની અદાલત દ્વારા જારી આ એક સ્ટેન્ડિંગ વોરંટ છે. 

યુપીના હાપુડથી કરી ધરપકડ
આ મામલા પર ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે બર્નાર્ડ એન મારકની ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે. તેને તુરા લઈ જવા મેઘાલયથી પોલીસની એક ટીમ આવી રહી છે. અનૈતિક વ્યાપાર અધિનિયમ 1956ના સંબંધમાં તેના વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. તેને વિધિવત મેઘાલય પોલીસને સોંપી દેવામાં આવશે. 

પોલીસે જણાવ્યું કે બર્નાર્ડને તપાસમાં સહયોગ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ તે દૂર ભાગી રહ્યો હતો. તેને ઝડપી લેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ઉગ્રવાદીથી નેતા બનેલ બર્નાર્ડ એન મરાકે આરોપ લગાવ્યો કે મુખ્મયંત્રી કોનરાડ કે સંગમા રાજકીય બદલાની ભાવના સાથે નિશાન બનાવી રહ્યાં છે અને તેના જીવને ખતરો છે. આ આરોપોને નકારતા નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન તિનસોન્ગે કહ્યું કે તેમની સરકાર પોલીસને તેના વિવેક અનુસાર કામ કરવા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news