ભાજપમાં નિર્ણયો એ આધારે નથી લેવાતા કે એક પરિવાર શું ઈચ્છે છેઃ પીએમ મોદી
વડા પ્રધાને પ્રિયંકા ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો છે, વડા પ્રધાન મહારાષ્ટ્રના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરી રહ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા પરિવારવાદ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર જણાવ્યું કે, 'આપણી પાર્ટીમાં એક પણ નિર્ણય એ આધારે લેવાતો નતી કે એક વ્યક્તિ કે એક પરિવાર શું ઈચ્છે છે.'
પીએમ મોદીએ જણાવ્યું કે, મોટાભાગના કિસ્સામાં જોવા મળે છે કે પરિવાર જ પાર્ટી છે, પરંતુ ભાજપમાં પાર્ટી પરિવાર છે. વડા પ્રધાને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
પ્રિયંકા બની કોંગ્રેસની મહામંત્રી
બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પક્ષની મહામંત્રી બનાવી છે અને સાથે જ પૂર્વ ઉત્તરપ્રદેશનો પ્રભાર સોંપ્યો છે. પ્રિયંકાની નવી ભૂમિકા અંગે કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીના આગમનથી ઉત્તરપ્રદેશમાં એક નવા પ્રકારની વિચારધારા જન્મ લેશે અને રાજનીતિમાં સકારાત્મક પરિવર્તન આવશે.
પ્રિયંકાની નિમણૂક રાહુલની નિષ્ફળતા જણાવે છે
પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં ઔપચારિક પ્રવેશને 'પારિવારિક ગઠબંધન' ઠેરવતા ભાજપે બુધવારે જણાવ્યું કે, આ વાત સાબિત કરે છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી નેતૃત્વ આપવામાં 'નિષ્ફળ' રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, પ્રસ્તાવિત મહાગઠબંધનમાં વિવિધ પક્ષો દ્વારા ફગાવી દેવાયા બાદ કોંગ્રેસ અધ્યક્ષે 'પારિવારિક ગઠબંધન'ને સ્વીકાર્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે, રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે