રાજનીતિમાં જેનો સૂર્ય અસ્ત થઈ ગયો છે તે રાજ ઠાકરેને મળ્યા ફડણવીસ, બંધ બારણે શું ખીચડી રંધાઈ?
Trending Photos
મુંબઈ :મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે આજે ખાસ મુલાકાત થઈ. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બંને વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની રાજનીતિક પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવુ છે કે, ભાજપા રાજ ઠાકરેને સાથે રાખીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સબક શીખવાડવાનો પ્રયાસ કરી રહી છે.
નિર્ભયાની જેમ હવસના પૂજારી ત્રાટકી પડે ત્યારે કામ આવશે આ ખાસ ‘લિપસ્ટીક’
અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા રાજ ઠાકરે
મહારાષ્ટ્રની રાજનીતિ પર નજર કરીએ, તો હાલ રાજ ઠાકરેની રાજનીતિનો સૂર્ય અસ્ત થઈ ગયો છે. તેની રાજનીતિક પડક પણ નબળી પડી ગઈ છે. તેથી તેમને પણ રાજ્યમાં કોઈ મોટા જનાધારવાળી પાર્ટીની સખત જરૂર પડી છે. લોકસભા ઈલેક્શનમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને રાજ ઠાકરે પોતાની હેસિયતનો અંદાજ લગાવી ચૂક્યા છે, જેમાં તેઓ એક પણ ઉમેદવાર જીતી શક્યા નથી.
ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...
ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ છે રાજ ઠાકરે
રાજ ઠાકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ છે અને એક સમયે રાજ ઠાકરેને જ બાલાસાહેબ ઠાકરેના રાજનીતિક ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. પરંતુ પારિવારિક મતભેદોને કારણે રાજ ઠાકરેએ શિવસેના સાથે નાતો તોડ્યો અને પોતાની અલગ પાર્ટીનું ગઠન કર્યું. જ્યારે મહારાષ્ટ્રમા બાલાસાહેબની બોલબાલા હતી, તે દરમિયાન ઉદ્ધવ અને રાજ તેમના બે ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.
રાજે બનાવી મનસે
લોકોને રાજ ઠાકરેમાં તેમના કાકા બાલાસાહેબ ઠાકરેની છબી નજર આવતી હતી. રાજ ઠાકરે તેજીથી શિવસૈનિકોની વચ્ચે લોકપ્રિય થતા જઈ રહ્યા હતા. વર્ષ 2002માં બીએમસી ઈલેક્શનમાં શિવસેનાના સફળતા મળી, તો બાલાસાહેબ ઠાકરેએ ઉદ્ધવને 2003માં શિવેસનાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા. તો આ ઈલેક્શનમાં રાજ ઠાકરેની સિફારીશવાળા લોકોની ટિકીટ કાપી દેવાઈ હતી. 2004માં ઉદ્ધવને કાયદેસર રીતે શિવસેનાના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા. તેના બાદ નારાજ થઈને રાજ ઠાકરેએ પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે