આ શું..ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી પર કેમ અજમાવી રહી છે? 

સોશિયલ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જાણે પોસ્ટર વોર છેડાઈ ગઈ છે. કોંગ્રેસે પીએમ મોદીને સૌથી મોટા જૂઠ્ઠા અને જુમલા બોય ગણાવીને પોસ્ટર બહાર પાડ્યું તો હવે ભાજપે પણ જવાબી હુમલો કર્યો છે.

આ શું..ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી પર કેમ અજમાવી રહી છે? 

સોશિયલ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જાણે પોસ્ટર વોર છેડાઈ ગઈ છે. કોંગ્રેસે પીએમ મોદીને સૌથી મોટા જૂઠ્ઠા અને જુમલા બોય ગણાવીને પોસ્ટર બહાર પાડ્યું તો હવે ભાજપે પણ જવાબી હુમલો કર્યો છે. ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યું જેમાં રાહુલ ગાંધીની તસવીર છે અને લખ્યું છે-રાવણ. ભાજપના આ પોસ્ટરના જવાબમાં કોંગ્રેસે પીએમ મોદીને મોદાનવ ગણાવી દીધા છે. 

ભાજપના પોસ્ટર અંગે પ્રિયંકા ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરીને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાની એક્સ પોસ્ટમાં પીએમ મોદી અને જેપી નડ્ડાને મેન્શન કરતા લખ્યું કે તમે રાજકારણ અને ચર્ચાને કઈ હદ સુધી નીચે લઈ જવા માંગો છો. તેમણે એ પણ સવાલ કર્યો કે ભાજપના અધિકૃત હેન્ડલથી જે હિંસક અને ભડકાઉ ટ્વીટ કરવામાં આવે છે તેમાં તમારી સહમતિ છે? પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શુચિતાની કસમ યાદ અપાવતા કહ્યું કે શું વાયદાની જેમ કસમો પણ ભૂલી ગયા છો?

પ્રિયંકા ગાંધીની એક્સ પોસ્ટને એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યો છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેને મુદ્દો બનાવશે. એ જ રીતે જે રીતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપે કર્યું હતું. હકીકતમાં ગત વર્ષ એટલે કે 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણી હતી. ગુજરાત ચૂંટણીમાં પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદી પર સીધો હુમલો કરીને તેમને જૂઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા. 

ખડગેએ કહ્યું હતું કે કોર્પોરેટર ચૂંટણીમાં તમારું મોઢું, વિધાનસભા ચૂંટણીમાં પણ તમારું મોઢું, લોકસભા ચૂંટણીમાં પણ તમારું મોઢું જુઓ. દરેક જગ્યાએ તમારો જ ચહેરો જુઓ. કેટલા ચહેરા છે તમારા? શું તમારા રાવણની જેમ સો મુખ છે? કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને ભાજપે ચૂંટણીમાં મુદ્દો બનાવી લીધો. ચૂંટણીના પરિણામ આવ્યા તો કોંગ્રેસને 2017ની ચૂંટણીની સરખામણીમાં મોટું નુકસાન વેઠવું પડ્યું અને પાર્ટી 27.7 ટકા વોટશેર સાથે માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ. 

ભાજપને 53.3 ટકા વોટ શેર સાથે 156 બેઠકો મળી. કોંગ્રેસને 2017માં 42.2 ટકા મતશેર સાથે 77 સીટો મળી હતી. પરિણામ આવ્યા તો ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો અને કોંગ્રેસને સજ્જડ હાર. ગુજરાતમાં કોંગ્રેસની આ ખરાબ હાર બદલ ખડગેના નિવેદનને પણ પ્રમુખ કારણ ગણાવવામાં આવ્યું. સવાલ ઉઠી રહ્યા છે કે ગુજરાત ચૂંટણીમાં જે રાવણના મુદ્દા પર કોંગ્રેસ હિટ વિકેટ થઈ ગઈ હતી હવે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ રાહુલ ગાંદી માટે એ જ શોટ કેમ રમી રહ્યું છે?

એવું કહેવાય છે કે ભાજપ જેવી પાર્ટી રાજકીય નફા નુકસાનનું આકલન કર્યા વગર કોઈ દાંવ ખેલતું નથી. તો પછી આ દાવમાં પાર્ટીને શું લાભ. એવું કહેવાય છે કે ભાજપે જો રાહુલ ગાંધીની સરખામણી રાવણ સાથે કરવાનો દાવ ખેલ્યો છે તો તેના પણ પોતાના રાજકીય નિહિતાર્થ છે. ભાજપ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસને ઘેરતું રહ્યું છે અને પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચિરથી ભ્રષ્ટાચારની સરખામણી રાક્ષસ સાથે કરી હતી. 

હવે ભાજપે રાહુલ ગાંધીની સરખામણી રાવણ સાથે કરી છે. આવામાં ભાજપનો આ દાવ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોને જીત સુધી પહોંચાડશે અને કોને હાર. એ પણ ચર્ચા શરૂ થઈ છે. તેની કેટલી અસર થાય છે અને કોંગ્રેસ કેટલું કેશ કરી શકે છે? એ તો સમય જ જણાવશે. પરંતુ ભાજપે કોંગ્રેસનો એક વધુ ચૂંટણી દાવ કોંગ્રેસની સરકાર છે તે રાજ્યમાં જ ઉપયોગ કર્યો છે. 

છત્તીસગઢ ચૂંટણીમાં ભાજપે ભૂપેશ બઘેલ સરકારને ઘેરવા માટે ક્યૂઆર કોડ જારી કરવાની સાથે જ ભૂ-પે નામથી એક એપ લોન્ચ કરી છે. ભાજપ તરફથી જારી કરાયેલા ક્યૂ કોડને સ્કેન કરવાથી ભ્રષ્ટ્રાચરના કેસની સૂચિ જોવા મળશે. જેના આરોપ ભાજપ બઘેલ સરકાર પર લગાવી રહી છે. ભૂ-પે એપમાં પણ એ જ જાણકારીઓ છે જેને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી. કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીમાં ક્યૂઆર કોડનો દાવ રજૂ કર્યો હતો જે સફળ પણ રહ્યો હતો. 

ભાજપે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે દાવ ફેંક્યા છે. એક એ દાવ જે કોંગ્રેસ માટે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થયો હતો. બીજો એ દાવ જેનાથી દેશની સૌથી જૂની પાર્ટીએ ભાજપના દક્ષિણના કિલ્લાને ફતેહ કર્યો હતો. ભાજપ માટે આ દાવ ફાયદાનો સોદો સાબિત થશે કે નુકસાનનો તે તો આવનારો સમય જ કહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news