BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'

દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને તેમના વ્યક્તિગત નંબર ઉપર કોઈએ એસએમએસ કરીને મારી નાખવાની ધમકી આપી છે. એસએમએસ મોકલનારાએ લખ્યું છે કે તે નેતાની હત્યા કરવા માટે વિવશ છે. તિવારીએ કહ્યું કે આ અજાણ્યા વ્યક્તિએ જરૂર પડ્યે વડાપ્રધાનની પણ હત્યા કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે મેં પોલીસને આ અંગે જાણકારી આપી દીધી છે. 

BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'

નવી દિલ્હી: દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને તેમના વ્યક્તિગત નંબર ઉપર કોઈએ એસએમએસ કરીને મારી નાખવાની ધમકી આપી છે. એસએમએસ મોકલનારાએ લખ્યું છે કે તે નેતાની હત્યા કરવા માટે વિવશ છે. તિવારીએ કહ્યું કે આ અજાણ્યા વ્યક્તિએ જરૂર પડ્યે વડાપ્રધાનની પણ હત્યા કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે મેં પોલીસને આ અંગે જાણકારી આપી દીધી છે. 

હિન્દીમાં મોકલવામાં આવેલા આ એસએમએસમાં મોકલનારાએ આ વાત માટે માફી પણ માંગી છે કે તેણે મજબુરીમાં તિવારીની હત્યાનો નિર્ણય લેવો પડ્યો છે. દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી નીલકાંત બક્ષીએ જણાવ્યું કે આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે તિવારીના પર્સનલ ફોન પર શુક્રવારે બપોરે 12 વાગે ને 52 મિનિટ પર આ એસએમએસ આવ્યો હતો. તેમણે આ એસએમએસ શનિવારે સાંજે જોયો અને તરત પોલીસને તેની જાણ કરી. 

જુઓ LIVE TV

CM કેજરીવાલ પર થઈ ચૂક્યા છે અનેક હુમલા
અત્રે જણાવવાનું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અનેક હુમલા થઈ ચૂક્યા છે. આ વર્ષ  લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મે મહિનામાં એક વ્યક્તિએ સીએમ કેજરીવાલને લાફો મારી દીધો હતો. 

નવેમ્બર 2018માં સીએમ કેજરીવાલ પર અનિલ શર્મા નામની વ્યક્તિએ કેજરીવાલ પર મરચાની ભૂંકી નાખી હતી. 9 એપ્રિલ 2016ના રોજ કેજરીવાલ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતું. આ વ્યક્તિ ઓડ ઈવન સ્કિમ દરમિયાન CNG સ્ટિકરના વેચાણમાં થઈ રહેલી ગડબડથી નારાજ હતો. આ સિવાય પણ કેજરીવાલ ઉપર ઘણા હુમલા થયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news