બિહારમાં ફરી આકાશમાંથી વરસ્યુ મોત, વીજળી પડવાથી 11ના મોત
બિહારમાં મંગળવારે આકશમાંથી વીજળી પડવાથી 11 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
Trending Photos
પટનાઃ બિહારમાં એકવાર આકાશમાંથી આફત વરસી છે. મંગળવારે આકાશમાંથી વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. રાજ્યના 5 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાથી માનવીય ક્ષતી થઈ છે. રાજધાનીમાં 2, છાપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઈમાં એકનું મોત થયું છે.
તો મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃત્યુ પામનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપદાના આ સમયમાં તેઓ પ્રભાવિત પરિવારોની સાથે છે. નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
આ પહેલા ગુરૂવારે બિહારમાં આકાશમાંથી વીજળી પડવા અને તોફાને મોટી તબાહી મચાવી હતી. વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે ઘણા લોક દાઝી ગયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 24 લોકોના મોત થઈ ગયા હતા.
India China Tension: સરહદ પર તણાવ વચ્ચે વધુ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ભારત
ગુરૂવારે આકાશીય વીજળી પડવાથી સૌથી વધુ મોત ગોપાલગંજમાં થયા હતા જ્યાં પર 13 લોકોના મોત થયા હતા. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ મોત થયા હતા. આ ઘટનાને લઈને પીએમ મોદીએ પણ સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે આ કુદરતી આપદામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે