બિહાર: JDUને પહેલાં આ પાર્ટીઓ સાથે કરવી પડશે વાત, ત્યારે બનશે બીજેપીની વાત

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર વચ્ચે બે વખત સૌહાર્દપૂર્ણ બેઠક બાદ બંને પાર્ટીઓના નેતા આગામી લોકસભા ચૂંટણી માટે વહેંચણીનો ફોર્મૂલા યોગ્ય રીતે કાઢવા માટે ઉત્સાહિત છે. ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે એનડીએમાં સહજતા વધતાં વિપક્ષ 'ડેંજર જોન'માં છે. 

બિહાર: JDUને પહેલાં આ પાર્ટીઓ સાથે કરવી પડશે વાત, ત્યારે બનશે બીજેપીની વાત

પટના: ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર વચ્ચે બે વખત સૌહાર્દપૂર્ણ બેઠક બાદ બંને પાર્ટીઓના નેતા આગામી લોકસભા ચૂંટણી માટે વહેંચણીનો ફોર્મૂલા યોગ્ય રીતે કાઢવા માટે ઉત્સાહિત છે. ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે એનડીએમાં સહજતા વધતાં વિપક્ષ 'ડેંજર જોન'માં છે. 

નરેંદ્ર મોદીએ કહ્યું કે તેમાં બંને પાર્ટીઓના બૂથ સ્તરના કાર્યકર્તાઓને બિહારમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં 40 લોકસભા સીટો પર જીત પ્રાપ્ત કરવા માટે એકઠા થઇને કામ કરવાનો સંદેશ આપ્યો છે. જેડીયૂ પ્રવક્તાઓએ પણ આ બેઠકો બાદથી 40 સીટોમાંથી મોટાભાગના હિસ્સા પર પાર્ટીએ દાવા પર નરમ વલણ અપનાવી લીધું છે. તેનું કારણ તે બંને નેતાઓના વ્યાપક અને સૌહાદપૂર્ણ તાલમેળ પર પહોંચવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

જેડીયૂ પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે 'જ્યારે અમારી વચ્ચે મિત્રવત સંબંધ હશે' તો સીટોની વહેંચણીમાં સમસ્યા નહી થાય. સી પી ઠાકુર સહિત પ્રદેશ ભાજપના અન્ય નેતા પણ બિહારમાં એનડીએમાં જેડીયૂને જે મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે કે તેને સ્વિકાર કરતાં નજરે પડે છે. 

ગુરૂવારે પટનામાં અમિત શાહે કહ્યું કે એનડીએ હંમેશાની માફક મજબૂત છે. પ્રદેશ ભાજપ નેતાઓ માટે સંભવિત સંકેત તરીકે તેમણે કહ્યું કે 2014 બાદ ફક્ત તેદેપાએ એનડીએનો સાથ છોડ્યો છે, પરંતુ ગઠબંધનને મજબૂત બનાવવા માટે તેમાં ફરીથી સામેલ થયા છે. સીટોની વહેંચણીના મુદ્દે સર્વોચ્ચ સ્તર પર ચર્ચા થવા પર પ્રદેશ નેતાઓએ આ વખતે વાત કરવાનું ટાળ્યું. 

નામ ન આપવાની શરતે તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે અમિત શાહ પહેલાં રામવિલાસ પાસવાન નીત લોજપા અને ઉપેંદ્ર કુશવાહ નીત રાલોસપા સાથે ચર્ચા કરવાની આશા છે જેથી વધુમાં વધુ સીટો જીતવા માટે ગઠબંધનને સમજી શકાય. 

2014ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં લોજપાએ ત્રણ અને રાલોસપાએ પણ ત્રણ સીટો જીતી હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહ બાદ નીતિશ કુમાર સાથેસીટોની વહેંચણી પર ચર્ચા કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એનડીએ માટે વધુમાં સીટો જીતવા પર ભાર મૂકવામાં આવ્યો, ના કે કોઇ ખાસ ઘટક દળને વરિષ્ઠ ભાગીદાર તરીકે રજૂ કરવા પર રહેશે. ભાજપ અને જેડીયૂના સૂત્રોએ કહ્યું કે વલણ પરસ્પર સ્વિકાર્ય અને સન્માનજનક સમાધાન સુધી પહોંચવામાં તેમની મદદ કરશે. ભાજપ અધ્યક્ષના નવેમ્બરમાં ફરી બિહાર આવવાની આશા છે. આ દરમિયાન તે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. તો બીજી તરફ જેડીયૂ પોતાના કાર્યકર્તાને પ્રેરિત કરવાનો કાર્યક્રમ પહેલાંથી ચલાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news