Bihar Question Paper on Kashmir: બિહારની શાળામાં પરીક્ષામાં કાશ્મીર પર વિવાદિત પ્રશ્ન પૂછાયો

બિહારમાં ધોરણ સાતની પરીક્ષામાં એક એવો પ્રશ્ન પૂછાયો કે રાજકીય હંગામો સર્જાઈ ગયો છે. વાત જાણે એમ છે કે પરીક્ષામાં કાશ્મીરને લઈને એક પ્રશ્ન પૂછાયો અને વિવાદ ઊભો થઈ ગયો. આ સવાલમાં કાશ્મીરને એક અલગ દેશ દેખાડ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

Bihar Question Paper on Kashmir: બિહારની શાળામાં પરીક્ષામાં કાશ્મીર પર વિવાદિત પ્રશ્ન પૂછાયો

Bihar Kishanganj News: બિહારના કિશનગંજમાં ધોરણ સાતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક સવાલ એવો પૂછાયો કે તેના પર હંગામો મચી ગયો છે. આ સવાલમાં કાશ્મીરને એક અલગ દેશ દેખાડ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આ 5 દેશોના લોકોને શું કહેવાય છે- ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત. આ મામલાએ પછી તો રાજકીય તૂલ પકડી લીધુ. ભાજપે નીતિશકુમારના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. 

બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે 'જેડીયુ કાશ્મીરને ભારતનો ભાગ માનતી નથી. તેમણે સમગ્ર સીમાંચલ વિસ્તારમાં હિન્દી શાળાઓને બંધ કરાવવાનો પણ આરોપ લગાવ્યો. ભાજપના જિલ્લાધ્યક્ષ સુશાંત ગોપેએ કહ્યું કે, મહાગઠબંધન સરકારનો આ પ્રયત્ન તૃષ્ટીકરણની રાજનીતિને હવા આપવાની કોશિશ છે. આ એક કોશિશ છે જેથી કરીને બાળકોના મગજમાં એ ભરી શકાય કે કાશ્મીર અને ભારત અલગ અલગ છે. આ કોઈ ભૂલ નથી. આગામી ચૂંટણીઓ પહેલા સીએમ નીતિશકુમારના ષડયંત્રનો એક ભાગ છે.' 

Got this via Bihar Education Board. Ques had to ask what are people from Kashmir called? Mistakenly carried as what are people of country of Kashmir called? This was human error: Headteacher, SK Das pic.twitter.com/VVv1qAZ2sz

— ANI (@ANI) October 19, 2022

જો કે સ્કૂલ પ્રશાસને કહ્યું કે સરકારી શાળા માટે પ્રશ્નપત્ર બિહાર એજ્યુકેશન બોર્ડ તરફથી સેટ કરાયું હતું. હકીકતમાં સવાલ એ હતો કે કાશ્મીરના લોકોને શું કહેવાય છે? પરંતુ માનવીય ભૂલના કારણે પ્રશ્નપત્રમાં ખોટું છપાઈ ગયું. 

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે પરીક્ષામાં આ પ્રકારે સવાલ પૂછાયા હોય. વર્ષ 2017માં પણ આ પ્રકારનો સવાલ સામે આવ્યો હતો. AIMIM ના નેતા શાહિદ રબ્બાનીએ કહ્યું કે 'જો ભૂલ છે તો તેને સુધારવી જોઈએ, પરંતુ જાણી જોઈને કરવામાં આવ્યું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. તેમાં સરકારનો કોઈ હાથ નથી અને તેના પર રાજનીતિ થવી જોઈએ નહીં.'

જુઓ Video

ભાજપના આરોપ પર પ્રતિક્રિયા આપતા જેડીયુ નેતા સુનિલ સિંહે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને કોઈ પણ એ વાતનો ઈન્કાર કરી શકે નહીં કે ભાજપ તેને એક બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news