Nupur Sharma Controversy: ચોંકાવનારો કિસ્સો, પાનના ગલ્લે ઊભેલો યુવક મોબાઈલમાં નુપુર શર્માની પોસ્ટ જોતો હતો, અચાનક....

આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. જે દર્શાવે છે કે લોકોની માનસિકતા શું છે. યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Nupur Sharma Controversy: ચોંકાવનારો કિસ્સો, પાનના ગલ્લે ઊભેલો યુવક મોબાઈલમાં નુપુર શર્માની પોસ્ટ જોતો હતો, અચાનક....

Nupur Sharma Controversy:  ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદિત નિવેદનને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં વિવાદનો અંત આવતો જોવા મળતો નથી. તાજો કેસ બિહારના સીતામઢી જિલ્લાના નાપુર પોલીસ મથક હદના બહેડા જાહિદપુરનો છે. અહીં રહેતા અંકિતને કેટલાક છોકરાઓએ એટલા માટે ચાકૂ મારી દીધુ કારણ કે તે પોતાના મોબાઈલ ફોનમાં નુપુર શર્માની પોસ્ટ જોઈ રહ્યો હતો. હાલ અંકિત ઝાને દરભંગાના બેન્તા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યાં તે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યો છે. ઘાયલ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

ઘાયલ યુવક અંકિતે હોસ્પિટલમાં મીડિયાને જણાવ્યું કે શનિવારે ગામથી દૂર નાનપુરમાં એક પાનની દુકાન પર ઊભો રહીને તે મોબાઈલમાં નુપુર શર્માની પોસ્ટ જોતો હતો ત્યારે પાસે ઊભેલા ત્રણ યુવકો કે જે સ્મોકિંગ કરી રહ્યા હતા તેમણે ટોકતા કહ્યું કે શું તું નુપુર શર્માનો સમર્થક છે તો અંકિતે તેમને કહ્યું કે તમારે શું લેવા દેવા તો તે લોકોએ સિગારેટનો ઘુમાડો તેના મોઢા પર ફેંક્યો અને મારપીટ કરવા લાગ્યા. એટલામાં તે લોકોએ ચાકૂ કાઢીને તેના પર 5થી 6 વાર કર્યા. જેથી કરીને અંકિત ઘાયલ થઈ ગયો. 

પિતાના આરોપ
ઘાયલ અંકિતના પિતા મનોજ ઝાએ આરોપ લગાવ્યો કે પોલીસે તેમના પર દબાણ બનાવીને પોતાની રીતે કેસ લખાવી લીધો છે. તેમણે કેસમાં નુપુર શર્મા પ્રકરણને હટાવી દીધુ છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ અમે લોકો ખુબ ડરેલા છે. ક્યાંક હુમલાખોરો ફરીથી હુમલો નકરે. તેમણે પોલીસ અને પ્રશાસન પાસે જાનમાલની સુરક્ષાની ગુહાર લગાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news