બિહારમાં મુકેશ સહનીને મોટો ઝટકો, વીઆઈપીના ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી, ભાજપને સમર્થન
બિહારમાં એક સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ગઠબંધન પક્ષો વચ્ચે તકરાર જોવા મળી રહી છે. આ વચ્ચે એનડીએના સાથે વીઆઈપીના ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.
Trending Photos
પટનાઃ બિહારમાં એનડીએના સાથી પક્ષ વીઆઈપીના અધ્યક્ષ મુકેશ સહનીને મોટો ઝટકો લાગ્યો છે. વીઆઈપીના ત્રણ ધારાસભ્યો મિશ્રી લાલ યાદવ, રાજૂ સિંહ અને સ્વર્ણા સિંહે પાર્ટી છોડી દીધી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપનું સમર્થન પણ કરી દીધુ છે.
ત્રણેય ધારાસભ્યોએ બુધવારે વિધાનસભા અધ્યક્ષ વિજય સિન્હા સાથે મુલાકાત કરી અને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. આ દરમિયાન ભાજપના બંને ડેપ્યુટી સીએમ અને ભાજપ અધ્યક્ષ સંજય જાયસવાલ પણ હાજર રહ્યા હતા. હાલ ત્રણેય ધારાસભ્યો વિધાનસભામાં છે. જાણવા મળી રહ્યું છે કે વિધાનસભામાં વીઆઈપી પાર્ટીનો ભાજપમાં વિલય કરવામાં આવી રહ્યો છે.
યુપી વિધાનસભા ચૂંટણી પહેલાથી મુકેશ સહની અને ભાજપ વચ્ચે તકરાર વધી રહી હતી. સતત તે કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ સહની સાથે તેના ત્રણેય ધારાસભ્યો નથી. તેમના નિર્ણયનો વીઆઈપી પાર્ટીમાં જ વિરોધ છે પરંતુ કોઈ સામે આવીને બોલી રહ્યું નથી.
વીઆઈપીના રાષ્ટ્રીય પ્રવક્તા દેવ જ્યોતિએ આ મુદ્દે કહ્યુ કે, પાર્ટી મોટી હોય છે. અમારા ધારાસભ્યો જતા રહ્યા. તે કોના ઈશારે ગયા તે બધા જાણે છે. તેમણે કહ્યું કે, અમે લોકો નિષાદ અનામતની લડાઈ લડી રહ્યાં છીએ. 2022માં પાર્ટીની રચના નિષાદ સમાજની ભલાઈ માટે કરવામાં આવી હતી. આજે અમારા ત્રણ ધારાસભ્ય છે, આગામી ચૂંટણીમાં અમારા 40 ધારાસભ્યો હશે. રાષ્ટ્રીય પ્રવક્તાએ ત્રણેય ધારાસભ્યોના પાર્ટી છોડવાના કારણોની હાલ જાણકારી આપી નથી.
એક દિવસ પહેલાં મુકેશ સહનીએ ફેસબુક લાઇવ કરતા કહ્યુ હતુ કે આજે અમારા સહયોગી તરફથી રાજનીતિ નહીં કૂટનીતિ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આજે સહયોગી બ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, કારણ કે તેને ખ્યાલ છે કે જેમ-જેમ અમારા લોકોની તાકાત વધશે, તેનાથી વધુ સીટો પર સમજુતી કરવી પડશે. તેમણે કહ્યું કે વર્તમાન સ્થિતિ જણાવી રહી છે કે મને એનડીએમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સરકારમાં મંત્રી હોવાને કારણે અત્યારે હું બધુ ન બોલી શકુ. મારો સંકેત સમજવાનો પ્રયાસ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે